તનવીર સૈતને ૧૦ કરોડની ખંડણી માંગતો ધમકીભર્યો ફોન મળ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંત્રી તનવીર સૈત પોલીસ ફરિયાદ દાખલ કરી છે. મંત્રીએ તેમની ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો કે અંડરવલ્ડ ડોન રવિ પૂજારીના કોઈ સાગરિત હોવાનું જણાવીને મારી પાસે ૧૦ કરોડની ખંડણી માંગી હતી, જો ખંડણી નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મંત્રી જ્યારે સિરા, તુમાકુરૂ જિલ્લાની મુલાકાતે હતા ત્યારે તેમના મોબાઈલ પર ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનાર અજાણ્યા ઈસમે રવિ પૂજારીને નામે ૧૦ કરોડની ખંડણી માંગી હતી. તેમણે કહ્યું કે જો હું ખંડણીની રકમ ન આપી શકું તો મને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. મંત્રીએ ગૃહમં૬ી રામલિંગા રેડ્ડી અને ડીજી આઈજીપીને વાત કરી અને વધારે સુરક્ષાની માંગણી કરી. તેમને વિનંતીને ધ્યાનમાં લઈને તેમને વધારાની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે અને હાલમાં તેમનો ફોન તેમના સચિવ ઉપાડી રહ્યાં છે. મંત્રીના અંગત સચિવ રવિ કુમાર અને તેમની ઓફિસના સીનિયર અધિકારી ફિરોઝે મંગળવારે રાજ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મંત્રીના મોબાઈલ ફોનની કોલ ડિટેલ રેકોર્ડ પણ રજૂ કરવામાં આવ્યો હતો. તપાસનીશ અધિકારીઓએ કહ્યું કે તેમને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે આંતરરાષ્ટ્રીય નંબર તથા વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ આધારિત હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks