તાપી નદીના કેચમેન્ટ એરિયામાં વરસાદનો વિરામઃ ઉકાઈડેમની સપાટી ર૯૪.૭૪ ફૂટ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૯
દક્ષિણ ગુજરાતની જેમજ ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ તાપી નદીના કેચમેન્ટ એરિયામાં પણ વરસાદનો વિરામ નોંધાયો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટદ્રમાં આવેલ ગેજસ્ટેશનમાં વરસાદ ન થતા તાપી નદીમાં નવી આવક ઓછી છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ ગેજસ્ટેશનમાં નજીવો વરસાદ નો઼ધાયો છે. ચીખલધરામાં ૧૬ મીમી, બુરહાનપુરમાં ૧ મીમી, હથનુરમાં ૭ મીમી, ભુસાવલમાં ૩ મીમી, સાવખેડામાં ૪ મીમી, ખેતીયામાં ૩ મીમી મળી ૨૧ ગેજસ્ટેશનમાં કુલ ૩૪ મીલીમીટર જેટલો નજીવો વરસાદ થયો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર પર ભુસાવલ નજીક તાપી નદી ઉપર આવેલ હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૪ મીટરની સામે આજે સાંજે ૨૦૯-૭૧૦ મીટરની સપાટી નોંધાઈ છે. હથનુર ડેમમાં પાણીની આવક ઓછી થતા તાપી નદીમાં ડીસ્ચાર્જ ઘટાડીને ૨૨૩૬ કયુસેક કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે ૧ અલી ઓગસ્ટ સુધી રૂલ લેવલ ૩૩૩ ફૂટ નક્કી કરવામાં આવ્યું છે. જેની સામે આજે સાંજે ઉકાઈ ડેમની સપાટી ૨૯૪.૭૪ ફૂટ નોંધાઈ છે. ઉકાઈ ડેમમાં આસપાસના વિસ્તારમાંથી ૧૨૦૭૭ કયુસેકની આવક થઈ રહી છે. જેની સામે નહેરમાં ૬૦૦ કયુસેક પાણી છોડાઈ રહ્યાં છે. કાકરાપાર વિયરની સપાટી ૧૬૦.૨૦ ફૂટ નોંધાઈ છે. જ્યાંથી ૧૧૦૦ કયુસેકનો ડીસ્ચાર્જ થઈ રહ્યાં છે. સુરતમાં વિયર કમ કોઝવેની સપાટી ૬.૪૧ મીટર નોંધાવવાની સાથે ઓવરફલો થઇ રહ્યાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks