ટેક્સ ચોરી રોકવા સપ્ટેમ્બરથી રિવર્સ ચાર્જ મિકેનિઝમની જોગવાઈ દાખલ થશે ?

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
જીએસટીથી બચવા માટે લમસમનો વિકલ્પ પસંદ કરનારાઓ પાસેથી રૂા.૧૦૦ની કિંમતનો માલ વગર બિલે ખરીદીને ૧૮ ટકા ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ બચાવીને ૨૦૦માં વેચીને ટેક્સની ઘણા વેપારીઓ ચોરી કરી રહ્યા છે. જેથી આગામી સપ્ટેમ્બર ૨૦૧૯ પહેલા જ રિવર્સ ચાર્જ મિકેનિઝમની જોગવાઇ દાખલ કરી દેવામાં આવે તેવી સંભાવના રહેલી છે.
વાર્ષિક દોઢ કરોડથી ઓછા રકમનું ટર્નઓવર ધરાવનારાઓને લમસમ કોમ્પોઝિશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. લમસમની યોજના હેઠળ ટ્રેડર્સ અને મેન્યુફેક્ચર્સને એક ટકા જીએસટી અને રેસ્ટોરન્ટને ૫ ટકા જીએસટી ભરવાની છૂટ મળેલી છે. પરંતુ જીએસટીની ઇન્વેસ્ટિગેશન વિંગે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે, બે જ મહિનાના ટૂંકા ગાળામાં તેમણે ૨૦૦૦ કરોડના ટેક્સની ચોરી કરી છે. જીએસટી હેઠળ રજિસ્ટર થયેલા ૧.૧૧ કરોડ વેપારીઓમાંથી એક ટકા વેપારીઓ મળીને જ ૮૦ ટકા જીએસટી જમા કરાવે છે. જ્યારે ૯૯ ટકા વેપારીઓ મળીને માત્ર ૨૦ ટકા જીએસટી જમાં કરાવે છે. એમ સીબીઆઇની સભ્ય જહોન જોસેફનું કહેવું છે કે, તેમના જેટલી જ કિંમત એટલે કે ૧૦૦માં માલ ખરીદનારા અનેક વેપારી ૨૦૦માં તે માલ વેચે તો ૧૮ ટકાના દરે તેમણે ૩૬ રૂપિયાનો જીએસટી ચૂકવવો પડે છે. તેની સામે લમસમનો વિકલ્પ પસંદ કરનારા વેપારીઓએ માત્ર રૂા.ર જ જીએસટી પેટે ચૂકવવા પડે છે. તેથી તેઓ વગર બિલનો માલ લઇને ૧ ટકો જ ટેક્સ જમા કરાવીને મોટી ચોરી કરી રહ્યા છે.
આજની તારીખે લમસમના વિકલ્પને પસંદ કરનારા વેપારીઓની સંખ્ય ૧૫ લાખની હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને એક ટકાનો વિકલ્પ મળે તો સરકારની આવકમાં મોટું ગાબડું પડવાની સંભાવના જોવા મળી રહી છે. તેથી જ કદાચ તેમના કિસ્સાઓમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમની જોગવાઇ વહેલી લવવામાં આવે તેવી સંભાવના છે. નાના અને મધ્યમ કદના મેન્યુફેક્ચરર્સ દ્વારા આ રીતે ચોરી કરવામાં આવી રહી હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks