(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા દેશભરમાં કરદાતાઓની સમસ્યાઓનો તત્કાલ ઉકેલ લાવવા માટે તમામ કમિશ્નરેટમાં ઓપન હાઉસની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મોટા ભાગે કરદાતાઓએ ટીડીએસની સમસ્યા વ્યક્ત કરી હતી.
કરદાતાઓનું કહેવું એમ છે કે, આયકર અધિકારીઓ સમય પર ટીડીએસ રિફંડ નથી આપતા. જો કે, ચીફ કમિશ્નરે તમામ કરદાતાઓની સમસ્યા સાંભળી સંબંધિત અધિકારીઓને જેમ બને તેમ વહેલું નિકાલ કરવાનો નિર્દેશ કર્યો હતો. આયકર વિભાગ દ્વારા પાછલા નાણાકિય વર્ષથી લગાતાર ઓપન હાઉસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત આયકર વિભાગની આ કાર્યાવાહીની લીધે આયકર વિભાગોમાં ફરિયાદોની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. પાછલા નાણાંકિય વર્ષમાં આ મુદ્દે સુરત કમિશ્નરની પ્રસંશા પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત કમિશ્નરમાં ચાલુ નાણાકિય વર્ષંમાં ૪૬૫૦ કરોડ રૂપિયાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. જેની સામે વિભાગે અત્યારથી કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. વિભાગે ઓછું એકવાંસ ટેક્સ ઓછું ભરનારા અને ટીડીએસ સમય પર નહીં ભરનારાઓની યાદી બનાવી છે થોડા દિવસોમાં તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.