ટીમ ઇન્ડિયાએ ૯૦૦ વનડે રમવાની સિદ્ધિ મેળવી

વર્ષ ૧૯૭૪માં ભારતે પ્રથમ વન ડે રમી હતી

ધર્મશાલા,તા. ૧૬

ભારતીય ક્રિકેટ ટીમે આજે તેની યશકલગીમા વધુ એક મોરપીછુ ઉમેરી લીધુ હતુ. કારણ કે ન્યુઝીલેન્ડ સામે આજની મેચ રમીને ભારતે તેની ૯૦૦મી વનડે મેચ રમવાની સિદ્ધી મેળવી લીધી હતી. કોઇ સમય પર સરેરાશ ટીમ તરીકે ભારતની ગણતરી કરવામાં આવતી હતી પરંતુ આજે ભારતીય ટીમ દુનિયાની સૌથી શક્તિશાળી ટીમ તરીકે ઉભરીને બહાર આવી છે. ભારતીય ટીમ માટે પડકારોથી ભરેલી યાત્રા રહી છે પરંતુ યાત્રા સફળ રહી છે. ઇતિહાસના પાના પર નજર કરવામાં આવે તો ભારતીય ટીમે પોતાની પ્રથમ વનડે મેચ ૧૯૭૪માં રમી હતી. પરંતુ વર્ષ ૧૯૮૩માં વર્લ્ડ કપ જીતીને દુનિયાના દેશોને ભારતે ચોંકાવી દીધા હતા. ૮૦ના દશકની ટીમે જે આધાર તૈયાર કર્યો હતો તેના પર ભારતીય ટીમ સતત આગળ વધી હતી અને વધુને વધુ મજબુત ટીમ બનતી ગઇ હતી. કપિલ દેવ બાદ અઝહર, સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અનિલ કુમ્બલે અને વર્તમાનમાં મહેન્દ્રસિંહ ધોનીએ ભારતને નવી નવી સફળતા અપાવી છે. ભારત માટે વર્ષ ૧૯૯૯માં વર્લ્ડ કપની સ્થિતી ખરાબ રહી હતી. એ વખતે અઝહરના નેતૃત્વમાં ભારતીય ટીમ રમી હતી. વર્ષ ૨૦૦૬માં ભારતે પોતાના નજીકના હરિફ પાકિસ્તાનને હાર આપીને વનડેમાં સતત ૧૭ મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વર્ષ ૨૦૦૭ના નિરાશાજનક દેખાવ વર્લ્ડ કપમાં કર્યા બાદ ભારતે જોરદાર દેખાવની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૧૧માં ઘરઆંગણે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ પ્રથમ ટીમ બની ગઇ હતી. ભારત તરફથી ત્રણ ખેલાડી સચિન, દ્રવિડ અને સોરવ વનડેમાં ૧૦૦૦૦ રન કરી ચુક્યા છે. સચિન, વિરેન્દ્ર સહેવાગ અને રોહિત શર્મા વનડેમાં બેવડી સદી પણ કરી ચુક્યા છે. અનિલ કુમ્બલે અને શ્રીનાથ વનડેમાં ૩૦૦થી વધારે વિકેટ લઇ ચુક્યા છે. ભારતીય ટીમે સફળ યાત્રા કરી છે. ધોની હજુ આગામી વર્લ્ડ કપ રમવા માટેની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યો છે. ભારતે જે મેચો રમી છે તે પૈકી શ્રીલંકા સામે સૌથી વધારે ૧૪૯ મેચો રમી છે. જ્યારે પાક સામે ૧૨૭, ઓસ્ટ્રેલિયા સામે ૧૨૩ અને વેસ્ટ ઇન્ડિઝ સામે ૧૧૬ મેચો રમી છે. ન્યુઝીલેન્ડ સામે ભારતે ૯૩ મેચો રમી છે. જે પૈકી ૪૬મા ંજીત અને ૪૧માં તેની હાર થઇ છે. ભારતના સૌથી સફળ વન ડે કેપ્ટન તરીકે ધોની પ્રથમ સ્થાન પર છે. જ્યારે અઝહર બીજા સ્થાને છે. ભારતે પોતાની પ્રથમ વનડે મેચ ૧૯૭૪માં ઇંગ્લેન્ડની સામે રમી હતી. જેમાં ભારતની ચાર વિકેટે હાર થઇ હતી. ભારત તરફથી આ મેચમાં બ્રજેશ પટેલે સૌથી વધારે ૮૨ રન કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks