ટીમ ઈન્ડિયાના નવા કોચ શાસ્ત્રીને દર વર્ષે આઠ કરોડ મળશે

બીસીસીઆઈએ ભારતના નવા કોચ રવિ શાસ્ત્રીને વાર્ષિક આઠ કરોડ રૂપિયા વેતન આપવાનો નિર્ણય કર્યો છે. જે પૂર્વે કોચ અનિલ કુમ્બલેથી દોઢ કરોડ રૂપિયા વધારે છે. કુમ્બલેને ૬.પ કરોડ રૂપિયાનું વેતન મળતું હતું. કુમ્બલેએ કોચને ૭.પ કરોડનો પગાર આપવાનો પ્રસ્તાવ બીસીસીઆઈ સમક્ષ મુક્યો હતો. આ રીતે બીસીસીઆઈએ કુમ્બલેની માગથી વધારે વેતનની ઓફર કરી છે. આ પહેલા શાસ્ત્રી જ્યારે ટીમ ઈન્ડિયાના ડાયરેકટર હતા ત્યારે પણ તેમને ૭થી ૭.પ કરોડની જ ચૂકવણી કરવામાં આવી હતી. અન્ય ત્રણ કોચ ભરત અરૂણ શ્રીધર અને સંજય બાંગરને ર-૩ કરોડ રૂપિયા વાર્ષિક મળવાની સંભાવના છે. આમાં સંજય બાગરને પંજાબનું કોચપદ  છોડવા અને ભરત અરૂણને બેગ્લોરની ટીમ છોડવાના કારણે વધારો કરવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts