બેંગ્લોર, તા.ર૬
આઈઆઈએમ બેંગ્લોરે એ વાતને સમર્થન આપ્યું છે કે તિસ્તા સેતલવાડે ર૩ સપ્ટેમ્બર ર૦૧૬ના રોજ આઈઆઈએમબી ક્લાસરૂમ સેશનને સંબોધન કર્યું હતું. હિલએલેડોટ ઓઆરજીને આ બાબતમાં સમર્થન આપવામાં આવ્યું છે ર૩ સપ્ટેમ્બર ર૦૧૬ના રોજ આઈઆઈએમબીમાં જે ત્રણ વક્તા આવ્યા હતા તેમાના એક તિસ્તા સેતલવાડ પણ હતા. આઈઆઈએમબી ખાતે વિદ્યાર્થીઓને સંબોધી રહેલ તિસ્તા સેતલવાડની તસવીરો પણ ઉપલબ્ધ છે. તિસ્તા સેતલવાડે બપોરે ૩.૦૦ કલાકે એક સત્રને સંબોધન કર્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના ડેરેકઓ બ્રાયને આ સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. કોંગ્રેસના સચિન પાયલટ ત્રીજા વક્તા હતા.
તિસ્તા સેતલવાડે જણાવ્યું હતું કે આપણે આપણા સમાજના સિદ્ધાંતને વિસ્તારીને આપણી આસપાસના તમામ લોકોને આવરી લેવા જોઈએ.
સફળ અને લાગણીસભર પ્રશ્નોત્તરી બાદ તિસ્તા સેતલવાડે આ ઈવેન્ટ અંગે ટ્વીટ કર્યા હતા. તિસ્તા સેતલવાડે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આઈઆઈએમબી ખાતે અદ્ભુત સેશન રહ્યું. વિદ્યાર્થીઓ ખરેખર અદ્ભૂત હતા. આઈઆઈએમ બેંગ્લોરે આ ઈવેન્ટ અંગે તેની વેબસાઈટ પર અગાઉથી જાહેરાત કરી હતી. જો કે લોકોને હેરાન કરવાના ઈરાદાની ટ્રોલ્સ દ્વારા તિસ્તા સેતલવાડના ટ્વીટને ફગાવી દેવામાં આવ્યું હતું. ટ્રોલ્સ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તિસ્તા સેતલવાડ ત્યાં (આઈઆઈએમ બેંગ્લોર) ગયા જ ન હોતા. કુમાર સૌરભસિંહ નામના ટ્રોલે જણાવ્યું હતું કે મને જણાવતા આનંદ થાય છે કે તિસ્તા સેતલવાડનું વક્તવ્ય મોકુફ રાખવામાં આવ્યું છે. આઈઆઈએમબીને યોગ્ય રજૂઆત બાદ તેમનું વક્તવ્ય મોકુફ રાખવામાં આવ્યું છે. આ ટ્રોલ દ્વારા એવું ટ્વીટ કરવામાં આવ્યું હતું કે તેમને આ ઈવેન્ટમાં ભાગ લેવા અંગેની તસવીરો કે ક્લિપ્સ શેર કરવાનું કહેવામાં આવે. એક વધુ ટ્રોલિંગમાં એવું કહેવાયું હતું કે તિસ્તા સેતલવાડ ‘સિરિયલ લાયર’ (સતત જૂઠાં) છે. શું અમને તમારા આ સેશનની લિંક કે વીડિયો શેર કરશો ? વડાપ્રધાન મોદીના મેડિસન પર કામ કરતા વિજય ચૌથાઈવાલેએ ટ્રોલ-કુમાર સૌરભસિંહને અભિનંદન આપ્યા હતા અને ત્યારબાદ આઈઆઈએમબી વિસ્ટાને આ ઈવેન્ટમાં તિસ્તા સેતલવાડની ‘અન-ફોટો શોપ્ડ’ તસવીરો પોસ્ટ કરવા જણાવ્યું હતું. અમે તિસ્તા સેતલવાડને આ સમગ્ર બનાવ અંગે ટિપ્પણી કરવાનું કહેતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. “મને આઈઆઈએમ બેંગ્લોરના એન્યુઅલ બિઝનેસ ફેસ્ટિવલ વિસ્ટા-ર૦૧૬”નું આમંત્રણ મળતા મેં તેનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. ત્યાં જોરદાર સંવાદ અને આપ-લે થઈ હતી. મેં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને કેટલાક ફેકલ્ટી સભ્યોને વ્યખ્યાન આપ્યું હતું. અમારે રસપ્રદ પ્રશ્નોત્તરી થઈ હતી. બેંગ્લોરમાં બે દિવસ રોકાયા બાદ હું પૂણે જવા રવાના થઈ હતી. રસ્તામાં પરત આવતા મંે જોયું કે કેટલાક ટ્વીટર ટ્રોલ્સ દ્વારા એવા સંદેશા વહેતા કરવામાં આવ્યા હતા કે તેમણે મારૂં વ્યાખ્યાન રદ કયુર્ં હતું. જો કે આઈઆઈએમ બેંગ્લોરે કોઈના દબાણમાં આવ્યા વગર મારૂં વ્યાખ્યાન યોજ્યું હતું. ટ્વીટર પર એક ડઝન વખત જુઠાણું ફેલાવવાથી શું તે સત્ય થઈ જાય ? બિલકુલ નહીં લોકો પોતાની નિરર્થક અને નફરત પ્રેરિત જિંદગીને સાંત્વના આપવા જુઠાણું ફેલાવે છે. તેઓ તેમના મનસુબામાં કામિયાબ ન રહ્યા તે જોઈને તેમના પર દયા આવે છે, એવું તિસ્તા સેતલવાડે જણાવ્યું હતું.