ઉમેદવારી રદ કરવાના ચૂંટણીપંચના નિર્ણય સામે બરતરફ કરાયેલ BSF જવાન તેજબહાદુરની સુપ્રીમ કોર્ટમાં અરજી

(એજન્સી) નવી દિલ્હી, તા.૬
બરતરફ કરાયેલ મ્જીહ્લના જવાન તેજબહાદુર યાદવે ચૂંટણીપંચના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. પંચે એમની વારાણસીમાંથી કરાયેલ ઉમેદવારી રદ કરી હતી. યાદવ મોદી સામે ચૂંટણી લડી રહ્યા હતા.
યાદવને ર૦૧૭ના વર્ષમાં મ્જીહ્લમાંથી બરતરફ કરવામાં આવ્યું હતું. એમણે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, BSFના જવાનોને હલકી ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવે છે. યાદવને સમાજવાદી પક્ષે ચૂંટણી માટે ટિકિટ આપી હતી. જો કે ચૂંટણી અધિકારીએ યાદવની ઉમેદવારીના દસ્તાવેજોની તપાસ કરતા કહ્યું હતું કે, તમે સર્ટિફિકેટ રજૂ કરો જેમાં લખેલ હોય કે તમને ભ્રષ્ટાચાર અથવા નિષ્ઠાહીનતાના લીધે બરતરફ કરવામાં આવ્યું ન હતું પણ યાદવ આ મુજબનો પ્રમાણપત્ર રજૂ કરી શક્યા ન હતા.
યાદવે પોતાની અરજીમાં ચૂંટણી પંચના નિર્ણયને ગેરવાજબી અને ભેદભાવવાળો જણાવી રદ કરવા માગણી કરી છે.
સમાજવાદી પક્ષે પહેલા વારાણસીમાંથી શાલિની યાદવને પોતાનો ઉમેદવાર જાહેર કર્યો હતો પણ પછીથી બીએસએફના જવાનને ટિકિટ આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts