National

વેટરનરી ડોકટર સાથે સામૂહિક બળાત્કાર અને હત્યા વિરૂદ્ધ સમગ્ર તેલંગાણામાં વિરોધ-પ્રદર્શન

(એજન્સી) હૈદરાબાદ,તા.ર
વેટરનરી ડોકટર સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાના વિરોધમાં હૈદરાબાદ અને તેલંગાણાના અન્ય ભાગોમાં સોમવારે વિરોધ-પ્રદર્શનો યોજાયા હતા. વિદ્યાર્થીઓ, વકીલો અને અન્ય લોકોએ રેલીઓ કાઢી અને દેખાવો કરી ધરપકડ કરાયેલા ચાર નરાધમો માટે મૃત્યુદંડની માગણી કરી હતી. આ પ્રદર્શનકારીઓએ અમને ન્યાય આપો અને બળાત્કારીઓને ફાંસીએ લટકાવો લખેલા પ્લેકાર્ડસ લઈ સૂત્રોચ્ચાર કર્યો હતો. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના નેજા હેઠળ બાધલીન્ગમ્પલ્લીથી ઈન્દિરા પાર્ક સુધી રેલી કાઢી આરોપીઓને જાહેરમાં ફાંસી આપવાની માગણી કરી હતી. વકીલોએ પણ તેલંગાણા એડવોકેટસ જોઈન્ટ એકશન કમિટીના નેજા હેઠળ વિરોધ કર્યો હતો અને હાઈકોર્ટ નજીક કેન્ડલ- માર્ચ કાઢી હતી. વિવિધ શાળાઓના વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ રાજયના જુદા જુદા સ્થળોએ રેલી કાઢી આરોપીઓને મૃત્યુદંડ આપવાની માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસે આ સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ પછી આ ચારેયને ૧૪ દિવસની જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ આરોપીઓને જેલમાં લઈ જતી વખતે લોકોએ હિંસક વિરોધ-પ્રદર્શન કર્યું હતું. હાલમાં આ ચારેય આરોપીઓ ચેરલાપલ્લી જેલમાં કેદ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    ટોક ઓફ ટાઉન : અનંત અંબાણી અનેતેમની રૂા. ૨૦૦ કરોડની વેડિંગ શેરવાની

    (એજન્સી) તા.૧૩અનંત અંબાણી અને રાધિકા…
    Read more
    National

    ત્રિપુરા : યુવકની મોબ લિંચિંગમાં હત્યા પછી દુકાનમાંતોડફોડ અને આગ લગાવવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ થઈ

    . પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે…
    Read more
    NationalPolitics

    પેટાચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો જયજયકાર૧૩માંથી ૧૦ બેઠકો મળી, ભાજપને ૨, અપક્ષને ૧ બેઠક

    કોંગ્રેસે ચાર, તૃણમૂલ કોંગ્રેસે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.