જમીનના બોગસ માલિકો ઊભા કરી ૧.૭પ કરોડની ઠગાઈ કર્યાની રાવ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
હાંસોટ, તલંગપુર, ભાઠા, કનસાડ, રાંદેર-ગોરાટ, સોનારી ગામની જમીનોના બોગસ માલિકો ઊભા કરી રૂા.૧.૭૫ કરોડના વેચાણ કરારો કરી વિશ્વાસઘાત – છેતરપિંડી કરનારા સામે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અડાજણ વિસ્તારના સંસ્કાર પાર્ક રો હાઉસમાં રહેતા કિશોર ઈશ્વરભાઈ મોદીએ આરોપી કિશોર રાજેન્દ્ર શર્મા (ભાગ્યલક્ષ્મી સોસાયટી, પીપલોદ), આશાબેન જયંતીભાઈ સુરતી (માહ્નાવંશી મહોલ્લો, ગંભેણીગામ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઉપરોકત વિસ્તારની જમીનોના ટાઈટલ ક્લીયર કરી આવવાનો ભરોસો આપી જમીનોના બોગસ માલિકો ઊભા કરી ખોટા દસ્તાવેજા બનાવી આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂા.૧,૭૫,૭૦,૦૦૦ મેળવ્યા હતા. ત્યારબાદ આ જમીનના દસ્તાવેજા નહીં બનાવી આપી વિશ્વાસઘાત- છેતરપિંલડી કરી હતી. બનાવ અંગે ઉમરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. છ જેટલી વિવાદીત જમીનના ડખામાં સમાધાન કરાવી ટાઈટલ ક્લિયર કરાવી દેવાતા બહાને હાંસોટ, તલંગપોર, ભાઠા, કનસાડ, રાંદેર- ગોરાટ અને સોનારી ગામની કિંમતી જમીન અંગે બોગસ દસ્તાવેજાના આધારે ભૂતિયા માલિકી દાવા ઊભા કરી છેતરપિંડી કરતા એક મહિલા અને એક પુરૂષ આરોપી સામે ફરિયાદ નોંધાતા પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks