હાર્દિકના સમર્થનમાં વિસનગર બંધ કરાવવા મહિલાઓ થાળી-વેલણ સાથે ઉમટી

(સંવાદદાતા દ્વરા) વિસનગર, તા. પ
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે વિસનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વિસનગર શહેરમાં બજારો ખુલ્લાં રહેતાં પાટીદાર મહિલાઓ થાળી વેલણ સાથે બજારો બંધ કરાવવા માટે નિકળી હતી. પોલીસે છ મહિલાઓની અટકાયત કરતાં મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો.
હાર્દિક પટેલના સમર્થનમાં બુધવારે વિસનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે વહેલી સવારથી જ વિસનગરનાં બજારો રાબેતા મુજબ ધબકતાં થઈ ગયાં હતાં. દિવસભર વિસનગર શહેરમાં અજંપા ભરી શાંતિ જોવા મળી હતી. બપોરે બે વાગ્યાના સુમારે પાટીદાર સમાજની મહિલાઓ હાથમાં થાળી વેલણ સાથે બજારો બંધ કરાવવા માટે નિકળી હતી. ત્રણ દરવાજા ટાવરની એક તરફ પોલીસ કાફલો તથા ટાવરની અંદરના ભાગે મહિલાઓનાં ટોળાં જોવા મળ્યાં હતાં. પોલીસે મહિલાઓને છુટી પાડવા પ્રયાસ કરતાં છ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. છ મહિલાઓની અટકાયત થતાં હાથમાં થાળી વેલણ સાથે આવેલી મહિલાઓ બંધ દુકાનો આગળ જ બેસી દઈ હતી અને દેખાવ પ્રદર્શન તથા સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા પોલીસ વડા નિલેશ જાંજરીયા વિસનગર શહેર પોલીસ સ્ટેશને દોડી આવતાં પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ પટેલ તથા પાટીદાર અગ્રણીઓએ પોલીસ સાથે વાતાઘાટો કરતાં છ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks