અમદાવાદ,તા.૧
રાજયમાં માર્ચ મહિનાના આરંભે આમ તો સામાન્ય રીતે ગરમીનો અનુભવ થાય છે પણ આ વર્ષે સ્થિતિ કંઈ જુદી છે છેલ્લા બે-ત્રણ દિવસના વાતાવરણના પલટા અને વરસાદી માહોલ બાદ આજે રાજયમાં શિયાળા જેવી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જયારે બીજી તરફ ૩થી પ માર્ચ દરમ્યાન વાતાવરણમાં પલટો આવતા માવઠુ થવાની શકયતા વ્યકત કરવામાં આવી છે બીજી તરફ રાજયમાં ૧પ કિ.મી.ની ઝડપે ફુંકાઈ રહેલા ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે જેને પગલે લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો વાત કરીએ તાપમાનની તો લઘુતમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ કેટલા દિવસ ઠંડી રહેશે તેવી ચર્ચાઓ થવા લાગી છે કારણ કે સતત બદલાતા રહેતા હવામાનને કારણે શરદી,ખાંસી, તાવ, વાયરલ ઈન્ફેકશન જેવી બીમારીઓમાં વધારો થયો છે આજે ગાંધીનગરમાં સૌથી ઓછું ૧૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે ડીસામાં ૧ર.ર નલિયામાં ૧ર.૬, વડોદરામાં ૧૩.૬, કંડલા એરપોર્ટમાં ૧૩.૯, આણંદમાં ૧૪.૩, અમરેલીમાં ૧૪.૪, વલસાડમાં ૧૪.૬ અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૪.૯ તેમજ રાજકોટમાં લઘુત્તમ તાપમાન ૧પ ડિગ્રી નોંધાયું હતું. આમ એક તરફ રાજયમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહીને જોઈએ તો રથીપ માર્ચ દરમ્યાન છુટાછવાયા વાદળોની હાજરી જોવા મળશે તો કયાંક માવઠું થવાની પણ શકયતા છે.
કયાં કેટલું તાપમાન
સ્થળ લઘુત્તમ તાપમાન
ગાંધીનગર ૧૧.૪
ડીસા ૧ર.ર
નલિયા ૧ર.૬
વડોદરા ૧૩.૬
કંડલા એરપોર્ટ ૧૩.૯
આણંદ ૧૪.૩
અમરેલી ૧૪.૪
વલસાડ ૧૪.૬
અમદાવાદ ૧૪.૯
રાજકોટ ૧પ.૦