મણિપુર : થામેન્ગ લોંગ જિલ્લામાં આંતરજૂથ અથડામણમાં ત્રણ ત્રાસવાદીઓનાં મોત

(એજન્સી) ઈમ્ફાલ, તા.૧૭
મણિપુર રાજ્યના તામેન્ગલોંગ જિલ્લાના મુકતાહલ ગામે શનિવારે વહેલી સવારે શંકાસ્પદ જૂથો વચ્ચે થયેલી અથડામણોમાં ૩ જેટલા ત્રાસવાદીઓના મોત થયા હતા. પોલીસે કહ્યું કે, યુનાઈટેડ ટ્રાઈબલ લિબરેશન ફ્રન્ટના શકમંદ ત્રાસવાદીઓએ તેમના સશસ્ત્ર યુનાઈટેડ ટ્રાઈબલ લિબરેશન આર્મીના ટેકાથી બીજા એક ત્રાસવાદી કેમ્પ પર હુમલો કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મુક્તાખલ ગામે યુટીએલએફના સશસ્ત્ર ત્રાસવાદીઓની છાવણી છે તે જ સ્થળે તેમના વિરોધી બીજા એક ત્રાસવાદી છાવણી છે. જેને નિશાન બનાવતા થયેલી અથડામણમાં ૩ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી ૩ મૃતદેહો કબજે લીધા હતા અને પીએમ માટે જીરીલામ હોસ્પિટલમાં મોકલ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks