ઠંડીનું આગમન : ગાંધીનગર અને વલસાડમાં સૌથી ઓછું ૧પ.૬ ડિગ્રી તાપમાન

અમદાવાદ, તા.ર૯
રાજ્યભરમાં ખૂબ જ ધીમા પગલે ઠંડીનો પ્રારંભ થઈ રહ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની તેમજ ૧પમી નવેમ્બર બાદ શિયાળો બરાબર દેખા દેશે તેવી અગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં શિયાળાના પગરવ મંડાયા છે ખૂબ જ ધીમી ગતિએ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે જો કે બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા વાતાવરણ સુકુ બનતું જાય છે. જો કે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની આગાહીને જોતાં ૧પમી નવેમ્બર પછી લોકોને વધુ ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં ૧પ.૬ ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર અને વલસાડમાં લોકો ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks