‘ થેંક્યુ, ગુજરાત’, GST‌ દરમાં ઘટાડા બાદ ચિદમ્બરમ્‌નું ટિ્‌વટ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યાં બાદ કોંગ્રેસના સીનીયર નેતા અને પૂર્વ નાણા મંત્રી પી.ચિદંબરમે ટ્‌વીટ કરીને ગુજરાતનો આભાર માન્યો. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જીએસટીમાં સુધારો કર્યો છે. ગુજરાતમાં નાના વેપારીઓ જીએસટીને કારણે નારાજ હતા. જીએસટી દરમાં ઘટાડો કરવાના મુદ્દે સરકાર પર નિશાન સાધતાં ચીદંબરમે સરકારને સરકારને સામાન્ય સમજણ આવતાં ચાર મહિનાનો સમય લાગ્યો.જીએસટી ઘટાડાનો શ્રેય કોંગ્રેસ પાર્ટીને આપતાં તેમણે કહ્યું કે કોંગ્રેસની વાત સાચી પડી છે, મારી વાત સાચી પડી છે. જીએસટીને ૧૮ ટકા રાખવાની કોંગ્રેસની વાત સાચી પડી છે અને હવે તેનો સ્વીકાર કરવામાં આવ્યો. મોદી સરકાર પર નિશાન સાધતાં ચિદંબરમે કહ્યું કે સરકારને હવે બોધપાઠ મળ્યો છે. સરકારને સામાન્ય સમજણ આવતાં ચાર મહિના ૧૦ દિવસનો સમય લાગ્યો છે. રાહુલ ગાંધીણ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે ભાજપને ગબ્બરસિંહ ટેક્ષ કદી પણ લાગુ પાડવા નહીં દઈએ. સરકાર નાના અને મધ્યમ વેપારની કમર ન તોડી શકે.સરકારના આ નિર્ણય બાદ હવે માત્ર ૫૦ વસ્તુઓ જ ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં રહી ગઈ છે. તેમણે કહ્યું હતું કે, જીએસટી પરિષદે ૨૮ ટકાના કર કરવેરામાં મોટાભાગની લકઝરી, બિનજરૂરી અને અહિતકર વસ્તુઓને જ રાખી છે. બીજું એક ટ્‌વીટ કરતાં ચીદંબરમે કહ્યું કે ચાર મહિના ૧૦ દિવસના સમયગાળામાં માઈક્રો-ઈકોનોમિક પરિસ્થિતિમાં સુધારો કરવા માટે નાણા મંત્રાલયનો આભાર માનવો જોઈએ. તેમણે કહ્યું કે પરિણામ મળતાં ૪ ચાર મહિના અને ૧૦ દિવસનો સમય લાગ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks