દિલ્હીથી ચરસ લઈને આવેલા વૃદ્વને દ્ગઝ્રમ્ની ટીમે ઝડપી પાડ્યો
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૮
રૂા.પ૦૦ અને રૂા.૧૦૦૦ની નોટો બંધ કરવાના નિર્ણયને બરાબર આજે એક મહિનો થયો છે. ત્યારે આ નોટબંધીના લીધે સામાન્ય પ્રજા બાનમાં છે અને નાના વેપારીઓ પડી ભાંગ્યા છે. જો કે તેમને જાણીને નવાઈ લાગશે કે, નોટબંધીથી પ્રજા, વેપારીઓ તો પરેશાન છે જ પરંતુ કાળા કારોબારના માફિયાઓ પણ પરેશાન છે. કાળા કારોબારમાં પણ નોટબંધીને લીધે કડાકો બોલાયો છે. આવા જ કાળા કારોબારના એક ડ્રગ્સ માફિયાને સાબરમતી રેલવે સ્ટેશનેથી ૩ કિલો ચરસના જથ્થા સાથે એનસીબીએ ઝડપી પાડયો છે. નોટબંધીના કારણે ચરસનો જથ્થો ૧પ કિલોના બદલે ૩ કિલો જ મળ્યો હોવાનું માફિયાએ કબૂલ્યું છે.
નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી) પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં ઊંચી કિંમતે ચરસ વેચીને નશાનો કાળો કારોબાર ચલાવતા અને ગોમતીપુરમાં રહેતા ૬૦ વર્ષીય અલીમુદ્દીન સૈયદને સાબરમતી રેલવે સ્ટેશનેથી ૧પ લાખની કિંમતના ૩ કિલો ચરસના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આ અંગે એનસીબીના ડાયરેકટર હરિઓમ ગાંધીએ જણાવ્યું હતું કે દિલ્હીના સપ્લાયર પાસેથી અલીમુદ્દીન સૈયદ (રહે. ગોમતીપુર અમદાવાદ) ૩ કિલો ચરસનો જથ્થો લઈને દિલ્હીથી અજમેર બસમાં બેસીને આવ્યો હતો અને ત્યાંથી ટ્રેનમાં બેસીને અમદાવાદ આવ્યો હતો. આ જથ્થો જેની પાસેથી લીધો તે સપ્લાયર જમ્મુ-કાશ્મીરનો હોવાનું ખૂલ્યું છે જો કે, અલીમુદ્દીને સપ્લાયર પાસેથી ૧પ કિલો ચરસનો જથ્થો માંગ્યો હતો પરંતુ નોટબંધીના લીધે તેને ૩ કિલો જ ચરસ મળ્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે.