જુહાપુરામાં ફલેટના ચોથા માળની ગેલેરી તૂટી પડતાં મહિલાનું મોત

(સંવાદદાતા દ્વારા)     અમદાવાદ,તા.૩

જુહાપુરા વિસ્તારમાં આવેલા સિલ્વર ફલેટના ચોથા માળની ગેલેરી અચાનક તૂટી પડતા પપ વર્ષની મહિલાનું ઉપરથી પટકાતા કરૂણ મોત નીપજયું હતું.  બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર એગ્રો પેટ્રોલપંપ સામે આવેલ ખાદીમ સોસાયટી નજીક સિલ્વર ફલેટ આવેલો છે. આ ફલેટ ચાર  માળના છે. જે જર્જરિત હાલતમાં છે. આજે બપોરના સુમારે ભારે વરસાદને પગલે આ ફલેટના ચોથા માળની ગેલેરી અચાનક તૂટી પડતા ગેલેરીમાં કામ અર્થે આવેલા ઝરીનાબેન કુરેશી નામના પપ વર્ષના મહિલા ઉપરથી નીચે પટકાતા તેમનું કરૂણ મોત નીપજયું હતું. ચોથા માળની ગેલેરી તૂટી પડતા નીચે આવેલી ત્રીજા માળની ગેલેરી પણ ધડાકાભેર તૂટી પડી હતી. આથી ફલેટના રહીશોમાં ગભરાટ વ્યાપી ગયો છે. ગેલેરી તૂટી પડતાં જ મહિલાને પણ પડતી જોઈ આસપાસના  અને ફલેટના લોકો એકઠા થઈ ગયા  હતા અને તુરત જ ૧૦૮ને જાણ કરી હતી પરંતુ હોસ્પિટલ પહોંચાડાય તે પહેલા જ મહિલા મોતને ભેટયા હતા. બનાવ બાદ સ્થાનિક કાઉન્સિલર હાજીભાઈ મીરઝા પણ સ્થળ પર દોડી ગયા હતા. આ બનાવ અંગે વેજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks