હેક્થોન પ્રોગ્રામનું તો કદી પણ વચન આપ્યું નથી, ફક્ત ઈવીએમ પડકાર ફેંક્યો હતો : ચૂંટણી પંચ

નવી દિલ્હી તા. ૨૮

ચૂંટણી પંચ હેક્થોન પ્રોગ્રામને આયોજિત કરવામાંથી પીછહેઠ કરી રહી છે તેવા આમ આદમી પાર્ટીના આક્ષેપને ફગાવતાં  પંચે કહ્યું કે અમે હેક્થા પ્રોગ્રામનું તો કદી પણ વચન આપ્યું નથી, ફક્ત ઈવીએમ પડકાર ફેંક્યો હતો. ચૂંટણી પંચે કોંગ્રેસની માંગણીને પણ ઠુકરાવી દીધી હતી જેમાં કોંગ્રેસે વોટીંગ મશીનોના મધરબોર્ડને ચકાસા દેવાની મંજૂરી માંગી હતી. પંચે કહ્યું કે પ્રવર્તમાન વહિવટીય સુરક્ષા માપદંડો અનુસાર જ ઈવીએમ પડકારને આયોજિત કરવામાં આવશે. અમે ૧૨ મે ની સર્વપક્ષીય બેઠકમાં સ્પષ્ટપણે ખુલાસો કર્યો હતો કે ચૂંટણી પંચ ફક્ત વોટીંગ મશીનોને હેક કરી દેખાડવાનો પડકાર ફેંકે છે અને હેક્થા પ્રોગ્રામનો નહીં. તેથી ચૂંટણી પંચે હેક્થા પ્રોગ્રામમાંથી પીછહેઠ કરી રહી છે તેવું બયાન નિરર્થક છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને એક અલગ જવાબ આપતાં ચૂંટણી પંચે કહ્યું કે અમે ખુલાસો કર્યો છે કે પ્રવર્તમાન વહિવટીય સુરક્ષા માપદંડો અનુસાર જ ઈવીએમ પડકારને આયોજિત કરવામાં આવશે. વોટીંગ મશીનોના કામકાજ પર વિવિધ વર્ગો અને રાજકીય પાર્ટીઓના સવાલો પછી ચૂંટણી પંચે મે મહિનાના અંતિમ અઠવાડિયામાં વોટીંગ મશીનોમાં હેક્થા પ્રોગ્રામ યોજવાની જાહેરાત કરી છે. જેમાં રાજકીય પાર્ટીઓને વોટીંગ મશીનો હેક કરવાનો પ્રયાસ કરવા દેવામાં આવશેે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ગત મહિને ચૂંટણી પંચે એવું કહ્યું હતું કે ચૂંટણી પંચે રાજકીય પાર્ટી, લોકો, નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો, તથા વિવિધ રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓને ઈવીએમ હેક કરવાનો પડકાર ફેંક્યો હતો. ચૂંટણી પંચે ૨૦૦૯ માં પણ આવા જ પડકાર આપ્યો હતો ત્યારે કોઈકે પણ વોટીંગ મશીનોને હેક કરવાનું સાહસ કરી દેખાડ્યું નહોતું. કોંગ્રેસ સહિતની ઘણી પાર્ટીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં વોટીંગ મશીનોમાં ચેડા કરવામાં આવ્યાં હતા અને તેને કારણે ભાજપની જીત થઈ છે. આ પહેલા પણ ચૂંટણી પંચે ૧૨ મે ના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને તેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પંચે બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવાની માંગણી કરી હતી.

 

મધરબોર્ડને હાથ ન લગાડવા દેવાના ચૂંટણી પંચના નિર્ણય બાદ આપ, કોંગ્રેસ અને બસપા ઈવીએમ હેક્થોનથી દૂર રહેશે

મધરબોર્ડનો સંપર્ક કરવા દેવાના પંચના ઈન્કાર બાદ, આપ, કોંગ્રેસ અને બસપા ઈવીએમ હેક્થામાંથી દૂર રહેશે. ગત અઠવાડિયે ચૂંટણી પંચે  વોટીંગ મશીનોમાં હેક્થા પ્રોગ્રામ યોજવાની જાહેરાત કરી  હતી જેમાં રાજકીય પાર્ટીઓને વોટીંગ મશીનો હેક કરવાનો પ્રયાસ કરવા દેવામાં આવશેે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણી પંચે હવે વોટીંગ મશીનોના મધરબોર્ડને હાથ લગાડવાનો ઈન્કાર કર્યો હોવાથી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બસપા જેવી પાર્ટીઓએ આ પ્રોગ્રામમાંથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. જોકે સીપીએમ, આરજેડી અને એનસીપી જેવી કેટલીક પાર્ટીઓએ  ચૂંટણી પંચના આ પ્રોગ્રામમાં ભાગ લેવાની તૈયારી દર્શાવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts