મણિપુરમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસા ભડકાવવામાં બહુમતી મીડિયાની ભૂંડી ભૂમિકા

મીડિયા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયાની સામુહિક સંચારના માધ્યમ તરીકે નોંધપાત્ર તાકાત નિર્વિવાદ છે.મીડિયાની તાકાત તે વાચકો અને દર્શકોને પત્રકારો જે બાબત પહાંેચાડવા માગે છે તે માહિતીની વિશ્વસનિયતા પર આધારિત હોય છે.આ સંજોગોમાં વ્યવસાયિક મીડિયા કર્મીઓ પાસે માહિતીના સ્ત્રોત તરીકે એવી અપેક્ષા હોય છે કે તેઓ અત્યાર સુધી નહીં નિવડેલા અને નહીં અજમાવેલા બાતમીદારો પર આધાર રાખ્યા વગર રીપોર્ટિંગ  કરે કારણકે આવા બાતમીદારો પૂર્વાગ્રહયુક્ત, વૈમનસ્યથી પ્રેરિત અને બેજવાબદાર હોય છે.સફળ મીડિયાકર્મીએ સેક્ન્ડ રેટ પ્રોફેશનલ વ્યક્તિ હોતી નથી. ચોથી જાગીરનો મુદ્રાલેખ અનુકરણીય વ્યવસાયીકરણ હોવુ જોઇએ અને તેમાંથી જ સારા સમાચારો ઉદ્‌ભવે છે.આવી મીડિયા સ્થિતિ નાગરીકોને યોગ્ય દિશામાં વાળે છે. ‘ઇમ્ફાલ ફ્રિપ્રેસ’ના તંત્રી (ધ નોર્થ ઇસ્ટ ક્વેશ્ચન :  કન્ફ્લિક્સ એન્ડ ફ્રન્ટિયર્સ)  પ્રદીપ ફાનજાઓબામ આવા મણિપુરના અનુકરણીય સમકાલીન મીડિયાકર્મીઓમાંના  એક છે.    કમનસીબે મણિપુરમાં એવા મીડિયાકર્મીઓની એક બ્રાન્ડ વધી રહી છે જે ચિંતાજનક છે. આવા મીડિયાકર્મીઓ સંપૂર્ણપણે બદઇરાદાયુક્ત અને આઘાતજનક તેમજ બેબુનિયાદ અહેવાલો રજૂ કરે છે જેના પગલે લોકો-સમુદાયનું ચારિત્ર હનનની પ્રવૃત્તિ ફૂલેફાલે છે. મણિપુરના થાઉબાલ જિલ્લાના લિલોંગ લુંગેઇ ખાતે તાજેતરની કોમી ઘટનાના રીપોર્ટિંગ પરથી આ વાત સ્પષ્ટ થાય છે કે જ્યાં મીડિયાગૃહોએ પૂર્વાગ્રહ સાથે બેશરમ બનીને સમાચારોનું રીપોર્ટિંગ  કર્યુ છે.  જે સંપૂર્ણપણે એક કોમ સાથે બીજી કોમની તરફેણમાં કરવામાં આવેલંુ નિર્લજ્જ રીપોર્ટિંગ છે.૧૩ ડિસે.૨૦૧૬ના રોજ બપોરે ૩.૩૦ કલાકે પિસુમથોન્ગની ઇરુંગબામ દીનેશ નામની એક વ્યક્તિએ લિલોંગનુન્ગેની એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને તે પોતાની પત્નીના પરિવાર સાથે રહે છે.તેણે પોતાની ડબલ બેરલગનથી એક પક્ષીનો શિકાર કરવા માટે ગોળી છોડી હતી.આ ગોળી પાડોશના પંગાલના એક મુસ્લિમ કિશોરને વાગી હતી.૮ વર્ષનો અસલમ જ્યારે પોતાના ઘર સામે સૂર્યપ્રકાશ માણી રહ્યો હતો ત્યારે તેને આ ગોળી વાગી હતી.આથી આ કિશોરના રોષે ભરાયેલા વડીલો દિનેશના ઘરે ધસી ગયા હતા. ત્યારબાદ તેમની વચ્ચે મારામારી અને દંગલ મચી ગયંુ હતંુ તેના પગલે એકત્ર થયેલા લોકોએ ઘરોને આગ ચાંપતા દિનેશ અને તેમના મિત્રોએ પોતાની ગનમાંથી ગોળીબાર કરતા ૯ વધુ મુસ્લિમો ઘાયલ થયા હતા જેને લિલોંગની નૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સ્થળ પરના કેટલાક અહેવાલો એવો નિર્દેશ આપે છે કે દિનેશ કેટલાક રીઢા અપરાધોમાં સંડોવાયેલો છે અને માટે જ તેને તેના ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને તેના ગામ ટિશૂમથોંગમાં તેને કોઇ રહેવા દેતંુ ન હતંુ. n-4ત્યારબાદ આ ઘટના અંગે જ રીપોર્ટિંગ થયુ તેમાં અસલ ઘટનાની અવગણના કરીને બીજી ઊશ્કેરણીજનક વાતો લખવામાં આવતા સ્થિતિ વધુ ગંભીર બની હતી. મીડિયાના કેટલાક વર્ગોએ લિલોંગ નુંગેઇના મુસ્લિમો પર રીતસરના પ્રહારો શરૂ કરી દીધા.  જેને કારણે આ સમગ્ર વિસ્તારમાં કોમી તંગદિલી ભડકી ઊઠી હતી જેના પગલે બે મુસ્લિમોના ઘરો સળગાવી નાખવામાં આવ્યા હતા અને છ મુસ્લિમો ઘાયલ થયા હતા. જેમ કે મણિપુર દૈનિક ઓકનામફમ અને તેના ભગિની પ્રકાશન ધ પિપલ્સ ક્રોનિકલમાં એવા અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા કે નુંગેઇ મુસ્લિમ ગામના કેટલાક રહેવાસીઓએ બુધવારે બપોરે ૪ કલાકે એકત્ર થવા લાઉડસ્પીકર પર જાહેરાત કરી હતી અને તેમણે નુંગેઇના નજીકના ગામમાં રહેતા લોકો પર હુમલા શરૂ કરી દીધા હતા. આ ગન હુમલાના કારણે નુંગેઇ ગામના લોકોને પોતાના ઘરબાર છોડીને હિજરત કરી જવાની ફરજ પડી હતી અને હુમલાખોરોના ટોળાએ પાંચ ઘરો સળગાવ્યા હતા અને બે ગામના સર્કલ પર આવેલ કરિયાણાની દુકાનમાં લંૂટફાટ ચલાવી હતી.એવી જ રીતે ૧૪ ડિસે.મણિપુરી દૈનિક નહારોલગી થાઉડેન્ગે “ નુંગેઇ પર ગોળીબાર અનેકને ઇજા મેઇતેઇ ગામના લોકોની ઘરબાર છોડી હિજરત” એવા મથાળા હેઠળ અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા.અન્ય એક મણિપુર દૈનિક સાનાલેઇપાકે એવો વિરોધાભાસી અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે ઘવાયેલ વ્યક્તિ મેઇતેઇનો છોકરો છે અને મુસ્લિમો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યા હતા. આમ મણિપુરના મીડિયાએ મુસ્લિમો વિરૂદ્ધ હિંસા ભડકાવવામાં ભૂંડું ભૂમિકા ભજવતા સ્થિતિ વણસી હતી.મણીપુરમાં પ્રથમ વખત આવંુ બન્યંુ છે એવુ નથી ભૂતકાળમાં પણ મણિપુરના મીડિયા અવાર નવાર બહુમતી કોમને ઉશ્કેરે એવા સમાચારો પ્રસિદ્ધ કરીને લઘુમતી કોમ વિરૂદ્ધ નફરત ભડકાવતા રહે છે.૧૬ એપ્રિલ ૨૦૧૬ના રોજ આવી જ એક ઘટનામાં ઓકનાબફામે એવો અહેવાલ રજૂ કર્યો હતો કે મુસ્લિમોએ નુંગેઇ મેઇતેઇ પર હુમલા કરીને કેટલાક માઇરાપાઇબિસને ઘાયલ કર્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે મોટા ભાગના મીડિયા બહુમતી મેઇતેઇના નિયંત્રણમાં છે અને તેથી આ મીડિયા મુસ્લિમો વિરૂદ્ધ નફરત ભડકાવવાનો ઇતિહાસ ધરાવે છે. મણિપુરમાં ૩૫ દૈનિકો અને ચાર સ્થાનિક ટીવી ચેનલો છે.માત્ર ૨૭ લાખની વસ્તી સાથે સાક્ષરતાનો દર ૭૩.૯૪ ટકા છે.આ સંજોગોમાં ૩૫ દૈનિક અખબારો અને મોટી સંખ્યામાં સાપ્તાહિકોએ ટકી રહેવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે. કેટલાક અખબારો તો સરકારી જાહેર ખબરો કે કેટલાક પ્રતિબંધિત જૂથો દ્વારા સહયિત છે.આવા અખબારો અને મીડિયાઓની ભૂમિકા પત્રકારત્વ પર કલંક સમાન છે.આ સંજોગોમાં વ્યવસાયિક સંસ્થાઓ તેમનો હિસાબ માંગે એ સમયની માંગ છે.

(સૌ. સબરંગ ઈન્ડિયા)

(જેએનયુના સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના ડોક્ટરેટ સ્કોલર)

– મોહંમદ અબ્દુલ ગફાર

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts