છાપી ખાતે જીએસટીના નવા કાયદા અંગે વેપારીઓને અપાયું માર્ગદર્શન

(તસવીર : સુરેશ અગ્રવાલ, છાપી) (સંવાદદાતા દ્વારા) છાપી, તા.૭

જુલાઈની પહેલી તારીખથી સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના નવા કાયદાનો અમલ થઈ રહ્યો છે. જે અંતર્ગત આ નવા કાયદા વિશે વેપારીઓને જાણકારી મળી રહે તે માટે વડગામના છાપી હાઈવે ઉપર વેચાણ વેરા કમિશનરના અધ્યક્ષસ્થાને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  જીએસટીના નવા કાયદાના અમલ પૂર્વે વેચાણ વેરા કમિશનર મલેકાબેન બલાત દ્વારા વડગામ તાલુકા સહિત છાપી પંથકના વેપારીઓને આ કાયદા વિશે ઝીણવટપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમાં ટેક્ષ, રીટર્ન  અને માસિક પત્રકો સહિત હિસાબો કેવી રીતે રાખવા તે વિશે વિશેષ જાણકારી આપી હતી. તેમજ એક ઓપન સેશન દ્વારા વેપારીઓના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ કાર્યક્રમમાં વેચાણ વેરાના અધિકારીઓ એસોસીએશનના પ્રમુખ અબુબકરભાઈ પટેલ ઉદ્યોગપતિ સલીમભાઈ એવરા સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks