ક્રિકેટમાં નવો નિયમ : અમ્પાયર ખેલાડીને મેદાનની બહાર મોકલી શકશે

મેદાનમાં  ખરાબ વ્યવહાર  કરનારા ખેલાડીઓ ચેતી જાય

રનઆઉટના નિયમમાં પણ ફેરફાર કરાયો  ઓક્ટોબર ર૦૧૭થી નવા નિયમો અમલી બનશે

લંડન, તા.૭

ક્રિકેટના નવા નિયમો અનુસાર વ્યવહાર સાથે જોડાયેલા ગંભીર ઉલ્લંઘનના મામલામાં અમ્પાયરોને ખેલાડીઓને મેદાનની બહાર મોકલવાનો અધિકાર હશે એમસીસીએ આનું સમર્થન કર્યું છે અને આ નિયમ પહેલી ઓક્ટોબર ર૦૧૭થી અમલમાં આવશે. એમસીસીએ બેટના આકારને લઈ પણ સીમા નક્કી કરી છે અને સાથે જ રનઆઉટના નિયમમાં પણ ફેરફાર કર્યા છે જેનાથી તે બેટ્‌સમેનનો બચાવ થઈ શકે જેનું બેટ અથવા શરીરનો ભાગ ક્રીઝ પાર કર્યા બાદ હવામાં ઊઠી ગયો હોય એમસીસી ક્રિકેટ સમિતિની ગત વર્ષ ડિસેમ્બરમાં યોજાયેલી બેઠક દરમ્યાન થયેલી ભલામણો બાદ નવા નિયમ બનાવવામાં આવ્યા છે એમસીસીના ક્રિકેટ પ્રમુખ સ્ટીફસને  કહ્યું કે અમને લાગે છે કે સમય આવી ગયો છે કે ખેલાડીઓના ખરાબ વર્તન માટે સજા ક રવામાં આવે અને જાણવા કહ્યું છે કે જમીની સ્તરે નવા ઉભરતા અમ્પાયર આના કારણે રમતથી દૂર થઈ રહ્યા છે. રનઆઉટ વિશે એમસીસીએ નિવેદનમાં કહ્યું કે જો બેટ (હાથમાં પકડેલું) અથવા બેટ્‌સમેનનો કોઈ ભાગ ક્રીઝને પાર કરીને જમીનને સ્પર્શે છે અને સ્ટમ્પ પડતા દરમ્યાન જો આ સંપર્ક તૂટી જાય છે તો બેટ્‌સમેનનો રનઆઉટ થવામાંથી બચાવ થશે જો તે દોડ લગાવી રહ્યો છે અને વિકેટ તરફ જઈ રહ્યો છે.

નવા નિયમ અનુસાર અમ્પાયર દ્વારા અપાનારી સજા આ પ્રકાર હશે.

લેવલ ૧ : આના મુજબ વધારે પડતી અપીલ અને અમ્પાયરના નિર્ણય પર વિરોધ વ્યક્ત કરવો સામેલ છે  પહેલા ચેતવણી આપવામાં આવશે અને પછી લેવલ વનના બીજા અપરાધમાં વિરોધી ટીમને પાંચ પેનલ્ટી રન આપવામાં આવશે.

લેવલ ર : ખેલાડી તરફ બોલ ફેંકવો અથવા રમત દરમ્યાન જાણી જોઈને વિરોધ સાથે શારીરિક સંપર્ક અન્ય મુજબ વિરોધી ટીમને તાત્કાલિક પાંચ પેનલ્ટી રન આપવામાં આવશે.

લેવલ-૩ : અમ્પાયરને ધમકાવવો અથવા અન્ય કોઈ ખેલાડી ટીમ અધિકારી અથવા દર્શકને મારવાની ધમકી આપવી તેના મુજબ વિરોધી ટીમને પાંચ પેનલ્ટી રન અને દોષિત ખેલાડીને મેચના ફોર્મેટના આધારે નક્કી કરેલી ઓવરો માટે મેદાનની બહાર કરવામાં આવશે.

લેવલ – ૪ : અમ્પાયરને ડરાવવો અથવા મેદાન પર કોઈપણ હિંસક કામ કરવું પાંચ પેનલ્ટી રન અને બાકી મેચ માટે દોષિત ખેલાડીને મેચની બહાર કરશો. જો ગુના સમયે ખેલાડી બેટીંગ કરી રહ્યો હશે તો તેને રિટાયર્ડ આઉટ માનવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts