– મીના ત્રિવેદી
અમેરિકાના શિકાગો શહેરમાં જન્મેલી હિલેરી ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી, ત્રણ વરસની હતી, જ્યારે તેમનો પરિવાર શિકાગો છોડીને એલિનોઈસ પ્રાંતમાં આવીને વસી ગયો. પિતા હગ ઈરોધમ બિઝનેસમેન હતા. તેમનું રાજનીતિથી કોઈ લેવા-દેવા ના હતું, પરંતુ દીકરી કોલેજના દિવસોથી જ રાજનીતિમાં ઊંડો રસ લેવા લાગી, માતા ડોરોથી હોવેલ ઈચ્છતી હતી કે પુત્રી રાજનીતિના જમેલાથી દૂર રહીને કેરિયર પર ફોક્સ કરે. ખરેખર હિલેરી ભણવામાં હોશિયાર હતી, પરંતુ અન્યાય થવા પર ચૂપ રહેવું તેને ક્યારેય મંજૂર નહોતું, કોલેજમાં છોકરીઓ સાથે ભેદભાવ તેને મંજૂર નહોતો. જ્યારે પણ તેમને બોલવાની તક મળતી તે ગભરાયા વિના પોતાની રાય જાહેર કરતી. તે દિવસોમાં કોલેજની કોઈ બીજી છોકરીઓ સામાજિક મુદ્દાઓ પર આમ આગળ નહોતી.
વેલ્સલે કોલેજમાં રાજનીતિશાસ્ત્ર અભ્યાસ દરમિયાન તેમણે વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ પદ માટે દાવેદારી રજૂ કરી. રસપ્રદ વાત એ હતી કે ત્યોર તેમનું વલણ રિપબ્લિકન પાર્ટીની તરફ હતું. પ્રતિદ્વંદ્વી જૂથના વિદ્યાર્થીઓને આ વાત બિલકુલ સારી ના લાગી કે એક છોકરી તેમનો મુકાબલો કરે. છોકરાઓએ તેમની મજાક ઉડાવતાં કહ્યું તું મૂર્ખ છે, તને શું લાગે છે કે કોલેજના વિદ્યાર્થી એક છોકરીને પોતાની અધ્યક્ષ પસંદ કરશે ? કોઈએ કહ્યું, સપના જોવા બંધ કરો. પરંતુ ઈરાદાની પાક્કી હિલેરીએ વિરોધીઓની પરવા કર્યા વિના જોરદાર પ્રચાર કર્યો. તેમની ધારા પ્રવાહ ભાષણોની ઘેરી અસર વિદ્યાર્થીઓ પર થઈ. ચૂંટણીમાં તે વેલ્સલે યંગ રિપબ્લિકનની અધ્યક્ષ પસંદ કરી લેવામાં આવી. આના બાદ વેલ્સલે કોલેજ ગવર્મેન્ટ એસોસિએશનની અધ્યક્ષ બની. તેમના નેતૃત્વમાં વિદ્યાર્થીશક્તિને નવી ઊર્જા મળી. તે યુવાઓની રોલમોડલ બની ગઈ. ચારેતરફ એક એવી યુવા છોકરીની ચર્ચા થવા લાગી જે સુંદર પણ હતી અને ભણેલી હતી.
મહિલાઓ અને બાળકોને હક અપાવવાના હેતુથી જ તેણે વેલ યુનિવર્સિટીથી કાનૂનનો અભ્યાસ કર્યો. આ દરમિયાન તેમણે બિનપ્રવાસી કર્મચારીઓ માટે બનેલી સરકારી કમિટીમાં કામ કરવાની તક મળી. વર્ષ ૧૯૭૩માં કાનૂનની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ચિલ્ડ્રન ડિફેન્સ ફંડ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ એટોર્ની તરીકે કામ કર્યું. આના બાદ લગભગ બે વર્ષ સુધી અરકંસાસ યુનિવર્સિટીમાં ક્રિમિનલ લૉની પ્રોફ્રેસર રહી.
આ દરમિયાન યેલ યુનિવર્સિટીમાં તેમની મુલાકાત ખુશમિજાજ યુવા બિલ ક્લિન્ટનથી થઈ. બંનેના વિચાર બહુ મળતા હતા. હિલેરીની જેમ બિલને પણ રાજનીતિમાં રસ હતો. જેથી બંને સારા મિત્રો બની ગયા. જલદી દોસ્તી પ્રેમમાં બદલાય ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા. આ દરમિયાન બિલ ક્લિન્ટન અરકંસાસના એટોર્ની જનરલ નિયુક્ત થઈ ગયા. પત્ની હિલેરી તેમની સૌથી સારી સલાહકાર હતી. બાળકોના અધિકારો માટે કામ કરવાના હેતુથી તેમણે અરકંસાસ એડવોકેટસ ફોર ચિલ્ડ્રન એન્ડ ફેમિલીઝની સ્થાપના કરી. એરિયાઓમાં તેમના કાર્યની પ્રશંસા થવા લાગી. ૧૯૭૮માં તત્કાલિન રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે તેમને લીગલ સર્વિસ કોર્પોરેશન બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ કર્યા. આ પદ પર નિયુક્ત થનારા તે પ્રથમ મહિલા હતા.
વર્ષ ૧૯૭૯માં જ્યારે બિલ ક્લિન્ટન અરકંસાસના ગવર્નર બન્યા તો તેમને પ્રાંતની પ્રથમ મહિલાનો હોદ્દો મળ્યો. હિલેરીએ આ જવાબદારીને બખૂબી નિભાવી. ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ લોકો સુધી સ્વાસ્થ્ય સેવા પહોંચાડવા માટે તેમણે ઘણી મહેનત કરી, ૧૯૮૩માં તેમણે રાજ્યોેએજ્યુકેશનલ સ્ટાન્ડર્ડ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. બાળકોના મામલામાં રસ લેનારી હિલેરીએ ક્લાસરૂમના વાતાવરણને સારું બનાવવા માટે ટીચિંગ સ્તરને સુધારવા માટે ઘણા મહત્ત્વના પગલાં ઉઠાવ્યા. સોથી મહત્ત્વનો પડાવ આવ્યો ૧૯૯રમાં, જ્યારે બિલ ક્લિન્ટને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી, પતિના પ્રચાર અભિયાનની કમાન તેમના હાથમાં હતી. ૧૯૯૩માં બિલના રાષ્ટ્રપતિ બનવાની સાથે જ તે અમેરિકાની ફર્સ્ટ લેડી બની ગઈ. આ દરમિયાન તેમણે મહિલાઓને જાગૃત કરવાનું સૌથી મોટું કામ કર્યું. હિલેરી કહે છે, કાંગો, અફઘાનિસ્તાન અને કંબોડિયા જેવા દેશોમાં કેટલીક જાંબાઝ મહિલાઓને હિંસા પીડિત મહિલાઓની મદદનું બીડું ઉઠાવ્યું. આ ઉદાહરણ આપણને પ્રોત્સાહન આપે છે કે મહિલાઓમાં ઘણી હિંમત છે. જેથી ફર્સ્ટ લેડી તરીકે તેમણે લગભગ ૭૯ દેશોની મુલાકાત લીધી. તે તમામ યુદ્ધ પ્રભાવિત દેશોમાં ગઈ અને ત્યાંના પીડિત લોકોથી મળી.
હિલેરી એક સ્ટોરી સંભળાવે છે. યમનમાં હું એક નવ વરસની બાળકીથી મળી. મા-બાપે જબરદસ્તી તેના લગ્ન એક વૃદ્ધ વ્યક્તિ સાથે કરાવી દીધા હતા. તેણે ઘરેથી ભાગીને છૂટાછેડાની અરજી કરી હતી.પૂરી દુનિયાએ આ બાળકીની સ્ટોરી જાણવી જોઈએ આવા કિસ્સા આપણને પ્રેરણા આપે છે. વર્ષ ર૦૦૮માં તેમણે ડેમોક્રેટિક પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવી. પણ ત્યોર બરાક ઓબામાએ તેમને પછાડી દીધા. રાષ્ટ્રપતિ બન્યા બાદ ઓબામાના લાંબા અનુભવને જોતાં તેમને વિદેશમંત્રી બનાવ્યા. આ વર્ષ ડેમોક્રેટિક પાર્ટીએ હિલેરીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મુકાબલો રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પથી છે, જો હિલેરી ચૂંટણી જીતે છે. તો એક નવો ઇતિહાસ બનશે. તે અમેરિકાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ થશે.
(સૌ. : હિન્દુસ્તાન)