દાણીલીમડા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર જમનાબેન વેગડા દ્વારા શહેરના દાણીલીમડા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર હોલમાં મુસ્લિમ બિરાદરો માટે રોઝા ઈફતારીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે હિન્દુભાઈઓ પણ ખાસ હાજર રહ્યા હતા. સમાજમાં કોમી એકતા, ભાઈચારો, શાંતિ અને સલામતીની ભાવના ઊભી થાય અને હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો એક બીજાની નજીક આવે તેવા ઉમદા આશયથી યોજવામાં આવેલા આ રોઝા ઈફતારીના કાર્યક્રમમાં ગાંધીગ્રામના બાબાભાઈ શેખ, બરકતભાઈ કુરેશી, મકસુદભાઈ મલેક, મુસ્તાકભાઈ પટેલ, ઈનાયતહુસેન સૈયદ (પૂર્વ કાઉન્સિલર), લતીફભાઈ રંગરેજ, દીપકભાઈ બાબરિયા, પરવેઝ મોમીન, શાહનવાઝ શેખ, મંગળ સૂરજકર, બબનખાન પઠાણ (વોર્ડ પ્રમુખ), ઝુબેર પટેલ (એડવોકેટ) ઉપરાંત કોર્પોરેટર, ધારાસભ્યો, કુરેશ જમાત, પટેલ સમાજ, રંગરેજ જમાત, મેમણ સમાજ, દલિત સમાજ, મલેક સમાજ, છીપા તથા શેખ સમાજના આગેવાનો ઉપરાંત સામાજિક અને રાજકીય અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાઈચારા વચ્ચે કોમી એકતાની સરસ મિશાલ કાયમ કરી હતી.