કહેવાતા વિકાસના મોડેલ ગુજરાતની બે દિવસની મુલાકાતે ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે. ત્યારે તંત્ર તેમની આગતા સ્વાગતામાં લાગી ગયું છે. ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા અને ગુજરાતનો વિકાસ થયો હોવાની વાતો કરતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનીને આવ્યા છે. ત્યારે ગુજરાતના કહેવાતા વિકાસને ઢાંકવામાં આવ્યો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું હતું. મોદીના આગમનને પગલે રિવરફ્રન્ટ ઉપર રહેલી ઝૂંપડપટ્ટીને પડદા બાંધીને ઢાંકી દેવાઈ હતી. તેમજ રિવરફ્રન્ટને રોશની લગાવીને શણગારવામાં આવી હતી. એટલે કે વડાપ્રધાન મોદીના ગુજરાતમાં વિકાસના દાવા વચ્ચે આ હકીકત પણ કંઈક છૂપી રહે તેમ નથી. પ્રસ્તુત તસવીરોમાં પ્રથમ તસવીરમાં રિવરફ્રન્ટની ઝૂંપડ પટ્ટીને પડદાથી ઢાંકવા તંત્ર લાગેલું છે. જયારે બીજી તસવીરમાં પડદાથી ઝૂંપડ પટ્ટી ઢાંકી દેવાઈ ત્યારની છે. જયારે ત્રીજી તસવીરમાં રિવરફ્રન્ટને રોશનીથી શણગારવામાં આવ્યું તેની છે.