દિયોદરની મખાણુ ગામની પ્રા.શા.માં શિક્ષકે મોં કાળંુ કર્યું
નરાધમને ઝડપી જેલ હવાલે કરાયો
ડીસા, તા.૧૯
દિયોદર તાલુકાના મખાણું ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ મેઘરજ તાલુકાના ઇસરી ગામના ચંદુ કાવજીભાઇ ભગોરાએ ધો.૮માં અભ્યાસ કરતી છાત્રાને ચોપડા લેવાના બહાને પોતાના ઘરે લઇ જઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે છાત્રાની ફરિયાદ આધારે પોલીસે આરોપી શિક્ષકને ઝડપી લીધો હતો.
મેઘરજ તાલુકાના ઇસરી ગામના અને દિયોદરની મખાણું પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુ કાવજીભાઇ ભગોરાએ ૧૨ એપ્રિલના રોજ મખાણું ગામની ધોરણ આઠમાં અભ્યાસ કરતી એક છાત્રાના ઘરે ફોન કરી ચોપડા લેવા માટે શાળામાં બોલાવી હતી. જ્યાંથી મોટર સાયકલ ઉપર બેસાડી ચીભડા ગામે પોતાના મકાને લઇ ગયો હતો.જ્યાં તેણીની ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યુ હતુ. અને પરત આવતી વખતે માર્ગમાં છાત્રાના સબંધી જોઇ જતાં છાત્રાને માર્ગમાં જ ઉતારી પલાયન થઇ ગયો હતો. આ ઘટનાબાદ છાત્રા ગભરાયેલી છાત્રાએ સઘળી હકિકત તેના પરિવાજનોને કહેતા દિયોદર પોલીસ મથકે શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. જેની સામે આઇપીસી કલમ ૩૬૩, ૩૭૬, ૫૦૬ બી, પોસ્કો કલમ ૩,૧,૪,૫ (એફ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ છે.