‘‘વિશ્વનું સૌથી વરવું દૃશ્ય” જોવા બ્રિટિશ કલાકાર બેન્સ્કીએ બેથલેહેમમાં ઇઝરાયેલી દીવાલ નજીક નવી હોટેલ શરૂ કરી

(એજન્સી)                           તા.પ

બ્રિટિશ કલાકાર બેન્સ્કીએ બેથલેહેમમાં ઇઝરાયેલી દીવાલ પર પ્રસિદ્ધ ભીંતચિત્રો દોર્યા છે અને હવે ભેદભાવ વિરૂદ્ધના પોતાના આ અભિયાનના ભાગ રૂપે તેઓએ બેથલહેમમાં આ દિવાલની નજીકમાં જ એક બુટીક હોટેલ શરૂ કરી છે.

2પેલેસ્ટીન અને ઇઝરાયેલીઓમાં રશેલના મકબરા તરીકે જાણીતા આ વિસ્તારમાં તેઓએ ઈઝરાયેલની દીવાલ નજીકની એક શેરીમાં બેથલહેમ શહેરના ઉત્તર ભાગમાં આ હોટેલ શરૂ કરી છે.

વિશ્વભરના ખ્રિસ્તીઓ બેથલહેમ શહેરને ઈસુ ખ્રિસ્તના જન્મસ્થળ તરીકે ગણે છે, પરંતુ ઇઝરાયેલી સત્તાના કબ્જા પછી આ શહેરની સ્થાનિક અર્થવ્યવસ્થા ભાંગી પડી છે અને આ શહેર છેલ્લા પંદર વર્ષોમાં જબરદસ્ત મુશ્કેલીઓ સહન આકરી રહ્યું છે. આ દિવાલનું બાંધકામ ૨૦૦૩માં શરૂ કરવામાં આવ્યું હતું અને બેથલહેમનું અર્થતંત્ર મોટે ભાગે પ્રવાસીઓ અને ધાર્મિક યાત્રાળુઓ પર આધાર રાખે છે તેમાં ભારે ઘટાડો થયો છે.

બેન્સ્કીની આ નવી હોટેલ બેથલેહેમના સ્થાનિક અર્થતંત્રને આધાર આપવા માટે, અને આ શહેરમાં પેલેસ્ટીનના લોકોની દુર્દશા તરફ આંતરરાષ્ટ્રીય લોકોનું ધ્યાન ખેંચવા માટે બનાવવામાં આવી છે.

આ હોટેલમાં અનેક ચિત્રો રાખવામા આવ્યા છે જેમાં જૂના પેલેસ્ટીન પર ઇઝરાયેલનો કબ્જો, પેલેસ્ટીનના પ્રતીક તરીકેના ચિત્રો અને ઇઝરાયેલી જેલમાં રહેલા પેલેસ્ટીની કેદીઓના ચિત્રો, ઈસુ ખ્રિસ્તની ઉપર ફરી રહેલું ડ્રોન વિમાન વગેરે ચિત્રોનો સમાવેશ થાય છે.

હોટેલના મેનેજરને બ્રિટિશ ચેનલના એક પત્રકારે મુલાકાતમાં પૂછ્યું હતું કે બેન્સ્કી ગુપ્ત રીતે આટલી વિશાળ હોટેલ બનાવવામાં કેવી રીતે સફળ થયા હતા ત્યારે મેનેજરે કહ્યું હતું કે “અંતે તો તેઓ બેન્સ્કી છે!

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts