– સોનાલ્ડે દેસાઈ
આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના તાજેતરના અહેવાલ અનુસાર ભારત અને પાકિસ્તાનમાં મહિલાઓના શ્રમબળની ભાગીદારીનો દર એશિયામાં સૌથી નીચો છે તેની સરખામણીમાં નેપાળ, વિયેતનામ, લાઓસ અને કંબોડિયાનો દર ઊંચો છે. જ્યારે સિંગાપોર, મલેશિયા અને ઈન્ડોનેશિયા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોનો દર આ બંને પ્રકારના દેશોની વચ્ચે સ્થાન ધરાવે છે. આ ઉપરાંત શ્રમબળની ભાગીદારીના આ નીચા દરમાં પણ ઘટાડો થતો નોંધાયો છે. ધ નેશનલ સેમ્પલ સર્વેમાં જાણવા મળ્યું કે ૧૯૯૯-ર૦૦૦માં રપ.૯ ટકા મહિલાઓ કામ કરતી હતી. જ્યારે ર૦૧૧-૧ર સુધીમાં આ દર ઘટીને ર૧.૯ ટકા થઈ ગયો હતો. આ વિશ્વવ્યાપી વલણની બિલકુલ વિપરીત છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનો ભાગ તેવા ૧૮પ રાષ્ટ્રોના ડેટાબેઝમાં ૧૯૯૦થી ૧૧૪ રાષ્ટ્રોમાં મહિલાઓના શ્રમબળની માત્રામાં વધારો થયો છે. જ્યારે ૪૧ રાષ્ટ્રોમાં ઘટાડો નોંધાયો છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. હવે આપણે વિચારવાનું છે કે ભારતનો વૃદ્ધિ દર આપણને શું કહી જાય છે.
અભિગમનું મહત્ત્વ :-
પ્રશંસા પાત્ર વર્ણન તે હોઈ શકે કે વધતી આવક સાથે ખેતરોમાં અને કન્સ્ટ્રશન સાઈટ પર સખત મજૂરી કરવાથી મહિલાઓને છૂટકારો મળવાની તક મળે છે અને તેઓ પોતાના પરિવાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે પરંતુ વધુ નિરાશાવાદી અને કદાચ વાસ્તવલક્ષી વર્ણન તે હોઈ શકે કે ખેતરોના ઘટતા કદ સાથે યાંત્રીકરણ વધવાના કારણે અને ખેતીમાં મજૂરોની ઘટતી જતી માંગના પરિણામે મહિલાઓ પર શ્રમબળથી દૂર થવાનું દબાણ રહેલ છે. જો આ સત્ય હોય તો ભવિષ્યની નીતિઓ પર તેની ગંભીર અસર થશે.
સંશોધન દર્શાવે છે કે જો મહિલાઓને કામ કરવાની વધુ તકો મળે તો તેઓ ગર્વપૂર્વક તે તકનો લાભ લેશે. ધ ઈન્ડિયા હ્યુમન ડેવલપમેન્ટ સર્વે ૈંૐડ્ઢજી, નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ દ્ગઝ્રછઈઇ અને ધ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના સંશોધનએ શોધી કાઢ્યું કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોઈમેન્ટ ગેરેન્ટી એન્ટ (મનરેગા)ની જોગવાઈ હેઠળ વધુ વેતન કામદાર ગ્રામીણ મહિલાઓ જોડાઈ છે. ર૦૧૧-ર૦૧રના મનરેગા કાર્યકરોમાંથી ૪પ ટકા કાર્યકારો આ યોજના શરૂ થઈ પહેલા વેતન કામદાર ન હતા.
આ ઉપરાંત મનરેગાની જોગવાઈ એ પુરૂષ કરતાં મહિલાઓના વેતન પર ઊંડી અસર કરે છે. મજૂરીની પ્રાપ્યતામાં થયેલા વધારાએ મહિલાઓને ઘરગથ્થુ નિર્ણય લેવામાં પણ સહાયકારી નિવડ્યા છે.
જ્યારથી મનરેગા પોતાની જાતે કાર્યરત છે તે મહિલાઓને સતત અને સ્થિર રોજગાર પૂરું પાડશે તેવી આશા ન રાખી શકાય. અન્ય માર્ગ ખોલવા માટે તે અનિવાર્ય છે. નીતિના દૃષ્ટિકોણથી જોઈએ. મહિલાઓના શ્રમબળની ભાગીદારીના દરમાં વધારો કરવા માટે બે પડકારોનો સામનો કરવો પડશે. પ્રથમ ખેતમજૂરીમાં થતાં ઘટાડાને ધ્યાનમાં લઈએ તો આપણે મહિલાઓને કૃષિ વિષયક કાર્યમાંથી બિન કૃષિ વિષયક કાર્યો તરફ લઈ જવા માટેની તકો ઊભી કરવાની જરૂર છે. બીજું આપણે કાર્ય માટે તેવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે જ્યાં વધુ મહિલાઓ આવકાર્ય હોય જે વિશેષરૂપે શહેરની તથા શિક્ષિત મહિલાઓ જે નોકરિયાત કામ મેળવી શકે.
યુનિવર્સિટી ઓફ મેરી લેન્ડની સમાજશાસ્ત્રી લેઈલેઈને પોતાના સંશોધનમાં જાણવા મળ્યું કે આઈએચડીએસ હેઠળ ગામડાઓમાં (ર૦૦૪-૦પ) અને (ર૦૧૧-૧ર) વચ્ચે રોડનું બાંધકામ કરવામાં આવ્યુંં તેમાં પુરૂષો અને મહિલાઓને બિનકૃષિ વિષયક કામ સાથે જોડવામાં આવ્યા અને તેની વધુ અસર મહિલાઓ પર પડી. આવા કાર્યોની એક વિશેષ અસર હોય છે જેમ કે પાકા રસ્તાઓના નિર્માણથી પરિવહનની સુવિધામાં સુધારો થશે. ઉદાહરણ તરીકે મહિલાઓ આ પરિવહન સેવાઓ દ્વારા નજીકના ગામ કે શહેરમાં જઈને કોઈ કામ કરી શકશે.
આ ઉપરાંત પરિવારને સંભાળવાની સાથે જ શિક્ષિત મહિલાઓ પોતાનું કાર્ય આગળ ધપાવે તે શક્ય બનાવવાની જરૂરિયાત છે. ભારતમાં જ્યારે ઘરકામ અને બાળકની સારસંભાળને લગતા મોટાભાગના કામોનો બોજ મહિલાઓ પર હોય છે ત્યારે કામ કરવા માટેના મુક્ત વાતાવરણની અછત જ મહિલાને વ્હાઈટ કોલર જોબ સુધી પહોંચવાના માર્ગમાં અવરોધ બને છે. બીજું કાર્યસ્થળ અને ઘર વચ્ચેનું અંતર વધુ સમય લે છે અને કાર્યભાર પણ વધારે છે. જેના પગલે પોતાના પરિવાર પ્રત્યેની ફરજો બજાવવા માટે તેમની પાસે ખૂબ ઓછો સમય બચે છે.
બીજી બાજુ ભારતમાં મહિલાઓ માટે કામ અને પરિવારના વિષમ સમીકરણને જોઈએ તો વ્યવસાયિક સિદ્ધ મેળવવાના બદલે મહિલાઓ બાળકોના શિક્ષણ માટે વધુ સમય આપે તેની માંગ છે. કોર્નેલ યુનિ.ના સમાજશાસ્ત્રી અલાકા બાસુ અને સોનાલ્દે દેસાઈએ કરેલ સંશોધનમાં પશ્ચિમી દેશોમાં પુરૂષો અને સ્ત્રી બંનેમાં પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રજનનદરમાં થતાં ઘટાડા અને ભારતમાં નાના પરિવારો પોતાના બાળકોના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમનું ભવિષ્ય સુધારવાના પ્રયત્નો થાય છે. આ જ કારણ છે જેના લીધે ભારતની શહેરની શિક્ષિત મહિલાઓ પોતાની નોકરી છોડી દે છે જ્યારે ઉદાહરણ તરીકે જાપાન અને કોરિયા જેવો કે શોમાં દરેક દંપતી એ પ્રજનન દર ૧.૩ છે. આ સમસ્યાનો ઉકેલ કાર્યસ્થળોને પરિવારની જરૂરિયાત અનુસાર પ્રતિક્રિયાત્મક બનાવીને તથા કાર્યભારની વહેંચણી કરીને લાવી શકાય તેમ છે.
કાર્યભારની વહેંચણી :-
કેટલાક સંગઠનો કાર્ય અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવવાનો પડકાર જીલવા માટે આતુર છે. ભારતમાં વૈશ્વિક કક્ષાની કંપનીઓ તથા સરકારનું કાર્ય માળખું ખૂબ જ અદમ્ય છે.
છેલ્લા બે દશકાથી આ માગણીઓમાં વધારો થયો છે. વૈશ્વિક સ્તરે હરિફાઈ વધવાની સાથે ભારતીય કંપનીઓએ અમેરિકન મોડેલની જેમ કાર્યના કલાકો વધારવાની સાથે શનિવારે અને રવિવારે પણ કર્મચારીઓ કામ કરે તેવી પ્રણાલી અપનાવી છે. જેના કારણે પુરૂષો અને મહિલાઓ સમય સાથે બંધાઈ જાય છે અને તેમણે કંઈક ભોગ તો આપવો જ પડે છે.
રસપ્રદ રીતે આ કાર્ય ગતિશીલતાના પરિણામો તાજેતરમાં મેનપાવર ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલ અભ્યાસ ‘મિલેનીઅલ કરીઅર ર૦ર૦ વિઝન’માં પ્રતિબિંબિત થાય છે. જે રપ દેશો ૧૯,૦૦૦ મિલેનીઅલ્સ અને પ૦૦ મેનેજરોને આવરી લે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે ભારતમાં યુવા કાર્યકરો દર અઠવાડિયે પર કલાક કામ કરે છે જ્યારે તેને સમકક્ષ કેનેડાના યુવા કાર્યકરો દર અઠવાડિયે ૪ર કલાક કામ કરે છે. કાર્ય અને પરિવારની સમતુલા જાળવવા માટે ઘરકામમાં અને બાળકોની સારસંભાળમાં પુરૂષોની ભાગીદારીમાં વધારો થવો જરૂરી છે. કાર્યસ્થળની દૃઢતા પતિની કારકિર્દીની તુલનામાં પત્નીની કારકિર્દીની પસંદગી વધુ મુશ્કેલ બનાવે છે અને પરિણામે સામાન્ય રીતે પત્નીએ પીછેહઠ કરવી પડે છે અને શ્રમબળમાંથી પોતાની જાતને દૂર કરે છે.
ર૦૧૬-૧૭નો આર્થિક સર્વે દર્શાવે છે કે પૂર્વીય એશિયન દેશની સમકક્ષ ભારતીય અર્થતંત્ર તકોને ઝડપવામાં પાછળ રહ્યું છે. મોટી સંખ્યામાં યુવા કાર્યકરો હોવાનો લાભ તો આપણને મળે જ છે પરંતુ સામે મહિલાઓની આર્થિક ભાગીદારીમાં આવતા અવરોધોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે વસ્તીવિષયક લાભાંશના બદલે જાતીય લાભાંશની વાત કરવાનો યોગ્ય સમય પાકી ગયો છે.