વિશ્વમાં જેઓ મીડિયાનું મહત્ત્વ સમજ્યા છે તેઓ આર્થિક અને રાજકીય તાકાત બનીને ઊભર્યા છે : અઝીઝ ટંકારવી

માંગરોળના રહીજ ખાતે ‘ગુજરાત ટુડે’ દ્વારા સફળતાપૂર્વક યોજાયો મીડિયા પરિસંવાદ

 

‘ગુજરાત ટુડે સત્યને વળગેલું અને નીડર સમાચાર પત્ર છે : મો. સુહેલ. એમ. તીરમીઝી

 

મીડિયા સમાજમાં પરિવર્તન લાવી શકે છે : મુસ્તાક પટેલ

 

ઘણી વાતો જે અમે નથી બોલી શકતા તે ‘ગુજરાત ટુડે’ બેબાક લખે છે : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

 

ઈસ્લામી જગતની ખબરો પ્રસિદ્ધ કરવામાં ‘ગુજરાત ટુડે’ અગ્રેસર છે : મૌલાના દાવડા

 

મીડિયા અને શિક્ષણ આ બે માધ્યમ સિવાય સમાજની તરક્કીનો ત્રીજો કોઈ ઉપાય નથી : મો. હુસેન ખુમાર

 

માંગરોળ,તા.ર૭
y-1આજના આધુનિક માહિતીના ટેકનિકલ યુગમાં અને લોકશાહી તંત્રમાં મીડિયાની ભૂમિકાને ઉજાગર કરવા તેમજ નબળા વર્ગોને પોતાના હક્કો મેળવવા અને તેમને થતા અન્યાયને વાચા આપવા માટે પ્લેટફોટ પૂરું પાડવાના ઉમદા હેતુથી જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ મૂકામે કલ્યાણ ધામ ગાર્ડમાં ‘ગુજરાત ટુડે’ પરિવાર દ્વારા પરિસંવાદ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ‘ગુજરાત ટુડે’ના તંત્રી અને ટ્રસ્ટના જો સેક્રેટરી, સાહિત્યકાર, કવિ અઝીઝ ટંકારવીએ મીડિયાનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે, વિશ્વમાં જેઓ મીડિયાનું મહત્ત્વ સમજ્યા છે તેઓ આર્થિક અને રાજકીય તાકાત બનીને ઊભર્યા છે. એ જુદી વાત છે કે, મીડિયા તાકાતમાં અગ્રણી રહેલા યહુદી લોકોએ તેમની મીડિયા તાકાતનો દુરૂપયોગ કરી ઈસ્લામ અને મુસ્લિમો ખોટી રીતે બદનામ કરવામાં, હલકા ચીતરવામાં સહેજ પાછીપાની કરી નથી. એની સામે વિશ્વની બીજા નંબરની વસ્તી ધરાવતું મુસ્લિમ જગત હજી આજેય મીડિયાનું જોઈએ તેટલું મહત્ત્વ સમજવું નથી. તેમણે ‘ગુજરાત ટુડે’નો જન્મ કેમ થયો ત્યાંથી લઈને તેના થકી સમાજની શૈક્ષણિક, આર્થિક, સામાજિક મજબૂતાઈ માટેનો ‘ટુડે’ના રોલ વિશે. અન્ય સમાચાર પત્રો તરફથી મુસ્લિમ, દલિત સમાજ ને થતા અન્યાય તેમજ ઉપેક્ષાને ઉજાગર કરી સત્ય સમાચારો ‘ગુજરાત ટુડે’એ નીડરતાથી પ્રસિદ્ધ કર્યા છે અને એ જ રીતે કરતું રહેશે તેવી ખાતરી આપી હતી. માંગરોળની પ્રજાની કોમી એકતાને સલામ કરી તેમણે કહ્યું કે, ‘ગુજરાત ટુડે’એ હંમેશા દેશની એકતા-અખંડિતતા તથા ભાઈચારાને પ્રાધાન્ય આપ્યું છે. એ અંગે વિગતે વાત કરતા તેમણે કહ્યું કે, સ્વાસ્થ્ય અંગેની ટ્રસ્ટની પહેલવેળા ભૂમિકા જાની નામની બ્રાહ્મણ છોકરીનું કીડનીનું ઓપરેશન ટ્રસ્ટે કરાવ્યાનું તથા અત્યારે ઉચ્ચ શૈક્ષણિક સહાયમાં હિન્દુ વિદ્યાર્થીઓને પણ હાયર એજ્યુ.માં ટ્રસ્ટ મદદરૂપ બની રહ્યાની વાત કરી હતી. ‘ગુજરાત ટુડે’ની પ્રગતિ માટે સૌના સાથ-સહકારની અપેક્ષા માટે અપીલ કરતાં અઝીઝ ટંકારવીએ કહ્યું કે, અમે ભવિષ્યમાં ૧રના ૧૬ પેજ કરવા તથા ટીવી મીડિયામાં પર્દાપણ કરવા ઇચ્છીએ છીએ. સૌનો તેમણે ટ્રસ્ટ વતી આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે લોકહિત સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી અને નિવૃત્ત આદિજાતિ કમિશનર મુસ્તાક પટેલે જણાવ્યું કે મીડિયા વિશ્વની મહાસત્તા છે ચોથી જાગીર છે. મીડિયા સમાજમાં પરિવર્તનો લાવી શકે છે. રાજકીય, સામાજિક, આર્થિક, પરિવર્તનો પણ લાવી શકે છે. મીડિયા સમાજ સેવાનું પ્રજામત ઊભો કરનારું અભિન્ન અંગ છે. મીડિયા આ કેવી રીતે કરી શકે છે ? મીડિયા સમાજની સારી બાબતો પ્રજા સમક્ષ મૂકે છે, સમાજની સમસ્યાઓને પ્રજાસમક્ષ ઉજાગર કરે છે, સમાજોને થતા અન્યાય પ્રજા સમક્ષ મૂકે છે સરકારના ધ્યાને લાવે છે. આ દ્વારા મીડિયા પ્રજામાં એક સોચ એક સમજ, પ્રજામત ઊભો કરવાનું કામ કરે છે અને તે દ્વારા સામાજિક, આર્થિક, રાજકીય તમામ ક્ષેત્રે વિકાસ અને પરિવર્તન પારદર્શકતા લાવવાનું ભગીરથ કાર્ય કરે છે.

અમુક લોકો જણાવે છે કે પીળુ પત્રકારત્વ હોય છે કે જે સાચી, સ્પષ્ટ, સચોટ બાબતોને વિસંગત રીતે રજૂ કરે છે. ત્યારે હું વિશ્વાસ સાથે જણાવ્યું છું કે, ‘ગુજરાત ટુડે’ નિષ્પક્ષ, નીડર, નિખાલસ, નિર્ભય રીતે આધારો સાથેના જ સાચા, સ્પષ્ટ, સચોટ, પૂર્વગ્રહ વિનાના સમાચારો પ્રસિદ્ધ કરે છે. સાથે સાથે ‘ગુજરાત ટુડે’ સાહસિક રીતે, સંસ્કાર, સમાનતા, સુસંસ્કૃત, અને સત્યને વરેલું વર્તમાન પત્ર છે. ‘ગુજરાત ટુડે’ હંમેશા સર્વધર્મ સમભાવ, બંધુત્વ, સમાનતા, ભાઈચારા, પ્રેમ, લાગણીને વરેલું છે તે વાત જગજાહેર છે.

આ પ્રસંગે ઉપસ્થિત લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટના ઉપપ્રમુખ મો. સુહેલ એમ. તીરમીઝીએ જણાવ્યું કે ‘ગુજરાત ટુડે’ થકી સમાજને થતા લાભ તેમજ વિપરીત પરિસ્થિતિમાંય સમાચાર પત્રને લોકોના કલ્યાણાર્થે દૂર તાલુકા અને ગામડાઓમાં પહોંચાડવા અંગે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે ‘ગુજરાત ટુડે’ સત્યને વળગેલું અને નીડર સમાચાર પત્ર છે. વધુમાં તેમણે કહ્યું કે માનવતાંને જ મહત્ત્વ આપનાર ધર્મના લોકો સેવા કરવાને બદલે મોડી રાત સુધી કે વહેલી સવાર સુધી કૂટપાથ ઉપર ગપ્પાંમારી સમય વેડફે છે અને તેમણે સુધારવાની જવાબદારી પણ સમાજની જ છે.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ જણાવેલ કે આજે દેશની ચોથી જાગીર એવા મીડિયા એ પૂરી દુનિયાને મુઠ્ઠીમાં સમેટી લીધી છે. પરંતુ દુનિયામાં સોથી વધારે જો કોઈ મીડિયાના નિશાન બન્યા હોય તો એ લઘુમતી સમાજ છે. આવા સંજોગોમાં પણ ‘ગુજરાત ટુડે’ જેવું અખબાર આપણી પાસે છે. આપણો સમાજ જવાંમર્દ સમાજ છે. ગમે તેવા હાલાતમાં પણ માયુસ થયા વિના મજબૂતીની સાથે સંજોગનો સામનો કરે છે. હિન્દુસ્તાનમાં આપણા હિન્દુભાઈઓ આપણાથી પણ વધારે સેક્યુલર છે. તેઓની સાથે આપણા સંબંધો વધારેમાં વધારે મજબૂત કરવાની જરૂર છે. કોમી એકતાની સાથે સામાજિક એકતા પણ જરૂરી છે આજે દુશ્મનો ખુલ્લેઆમ કહે છ કે, અમે તો તેમને શિયા-સુન્ની અને દેવબંદી-બરેલ્વીમાં લડાવી દેશું. સૌથી મોટી વાત એજ્યુકેશન જે આપણી તમામ બીમારીઓનો ઈલાજ છે. આ સાથે ‘ગુજરાત ટુડે’ને મજબૂત કરવું જોઈએ કેમ કે, ઘણી વાતો જે અમે નથી બોલી શકતા તે આ લોકો ‘ગુજરાત ટુડે’માં બેબાક લખે છે. તેનું પરિણામ પણ મળે છે. ‘ગુજરાત ટુડે’ વાંચો અને વંચાવોની મુહીમ ચલાવી પરેશાનીઓને દૂર ભગાડો. આપણા અવાજને પહોંચાડવા અને રાજકીય પ્રેશર બનાવવા આપણું અખબાર હોવું ખૂબ જ જરૂરી છે.

માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ જ. હાજીયુસુફ એમ. પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે મીડિયા એવું માધ્યમ છે. જે માણસને ઝીરોમાંથી હીરો બનાવી દે છે. દલિતો, આદિવાસીઓ, પછાતો, લઘુમતીઓ અને મુસ્લિમ સમાજના પ્રશ્નોને ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશમાં જો કોઈ વાચા આપતું હોય તો એ ફક્ત ‘ગુજરાત ટુડે’ જ છે. હું દરેક ભાઈઓને વિનંતી કરું છું કે ઘેર ઘેર ‘ગુજરાત ટુડે’ મંગાવો. ‘ગુજરાત ટુડે’ અશ્લીલ  અને બેકાર સમાચારોથી દૂર રહી સાચા, નીડર, નિષ્ઠાવાન અને હકીકત વાળા સમાચાર છાપે છે.

y-2‘ગુજરાત ટુડે’ના સમાચારો સૌ ટકા સારા અને ભરોસેમંદ હોય છે માટે મુસ્લિમોની સાથે દલિતો અને આદિવાસીઓએ પણ ‘ગુજરાત ટુડે’ વાચવું જોઈએ.

 

મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત માંગરોળ મરીન પોલીસના ડી.વાય.ઓસ.પી. શર્માએ જણાવ્યું હતું કે, કોઈપણ ખૂણે ક્યાંય પણ ક્રાઈમ થાય, ત્યારે તેને મીડિયા જ પ્રકાશિત કરી મહત્ત્વનો રોલ ભજવે છે. અને પછી જ તેને ન્યાય મળે છે. મારી મીડિયાને વિનંતી છેક ે, તેઓ કોઈપણ પક્ષ કે અપક્ષના દબાવમાં રહ્યા વિના જે સત્ય છે તેને સામે લાવે. અને નીડરતાથી પોતાનો રોલ નિભાવે. માંગરોળની પાયાની જરૂરિયાત એવા રોડ રસ્તા અને સફાઈ જેવા પ્રશ્નોને વાચા આપે તે જરૂરી છે.

last-11-27-9-2016માંગરોળ એમ.એમ.ડબલ્યુ. હાઈસ્કૂલના નિયામક કુમારી રાબિયા આરબે જણાવ્યું હતું કે, મીડિયાનું કામ એ છે કે, જ્યાં વિશ્વાસ નથી ત્યાં વિશ્વાસ ઊભો કરી સમાજ વચ્ચે જોડાણ કરવું જોઈએ. તેમજ સામાજિક સૌહાર્દ અને એકતા ઊભી કરવી જોઈએ. ‘ગુજરાત ટુડે’ એક એવું છાપું છે, જે સામાજિક સૌહાર્દ અને વિશ્વાસ પેદા કરવાનું કામ કરે છે. તેમાં શૈક્ષણિક અને વ્યવસાયીક સારા અને સાચા સમાચાર હોય છે.

માંગરોળના જાણીતા વકીલ અને નોટરી તથા દલિત સમાજના આગેવાન કે.અમે. ગોહેલે જણાવેલ કે, અત્યારે આખા દેશમાં જે માહોલ બની રહ્યો છે તેને અનુલક્ષીને જે સમાજ સ્વતંત્રતાના અધિકારોથી વંચિત રહેલો છે. તે માટે સંઘર્ષ કરી રહ્યો છે તેનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કોઈ કામ કરતું હોય તો તે મીડિયા છે. જો ઉના કાંડનું મીડિયા દ્વારા પ્રસારણ ના થયું હોત તો દલિતો અત્યારે  પણ અત્યાચારોના બનાવોમાં દબાયેલા હોત. મીડિયા તટસ્થ હોવું જોઈએ, કોઈની ચાપલુસી કરવાવાળુ ના હોવું જોઈએ અત્યારે મોટાભાગની ચેનલો સરકારની વાહવાહ કરે છે, ‘ગુજરાત ટુડે’ને ધન્યવાદ  દેવાય કે તે સાચા સમાચારો આપી સચ્ચાઈ પ્રજા સમક્ષ પહોંચાડવાનું કાર્ય કરે છે. અત્યારે ઘણા ગૌરક્ષકો બની ગયા છે. પરંતુ સત્ય હકીકત તો એ છે કે, ગાયો રખડે છે, ગંદુ ખાય છે, તે માટે કોઈ રક્ષક આગળ આવતા નથી. બાકી ક્યાંય પણ કોઈ ઢોર લઈ જાવ એટલે ગૌરક્ષકો આવી જાય અને તોડ કરે ને મારકૂટ કરે. આ બધું જો મીડિયા ના હોત તો આપણા ઉના અને અમદાવદાના બનાવની ખબર પણ ના પડી હોત.

panakaj-20સર્વોદય સેવા સમિતિના સંચાલક શરદભાઈ મહેતાએ પોતાની સંસ્થામાં આ કાર્યક્રમ રાખવા બદલ ‘ગુજરાત ટુડે’ પરિવારનો આભાર માનતા જણાવ્યું હતું કે, આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષતા જેવી બે પાયાની બાબતો પર ચાલી રહ્યો છે. ત્યારે આપણે આજે આઝાદીના ૭૦ વર્ષ પછી પણ બે બાબતો વારંવાર વિચારીએ છીએ એક અસ્પૃશયતા નિવારણ અને બીજું હિન્દુ મુસ્લિમ ભાઈ-ભાઈ તે શું કામ ? આ બાબતે દેશની ચોથી જાગીર એવી મીડિયા અને પત્રકારત્વની મહત્ત્વની ભૂમિકા રહે છે. પરંતુ લોકશાહીમાં મીડિયા પણ વેચાયેલું છે. આજે પીળુ પત્રકારત્વ પણ ખૂબ જ વધી ગયું છે. પરંતુ આજે પણ ‘ગુજરાત ટુડે’ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેવા નીડર છાપાઓ છે. તે નિષ્પક્ષતાથી તેમની પોતાની વાતે રજૂ કરે છે.

માંગરોળ સી.બી.એસ.સી.ના એડમેનિસ્ટ્રેટીવ સહાબઝાદી અકીલા એન. શેખે જણાવ્યું હતું કે, મીડિયા લોકોને સકારાત્મક વાતો પહોંચાડે. કોમવાદી અને ગંદા રાજકારણની વાતો ના પહોંચાડે. દુનિયામાં શું થઈ રહ્યું છે ? તે જાણવા મીડિયા એક બારીની ગરજ સારે છે. તેમણે સ્ત્રી શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું કે, ઘરમાં મા-બહેનો પણ અખબાર વાંચે. મહિલાઓ પોતાના પૈસા કપડા અને અભૂષણો ખરીદવામાં વેડફે છે. તેને અખબાર કે પુસ્તક ખરીદવા વાપરે તેવી અપીલ કરી હતી. ‘ગુજરાત ટુડે’ પરિસંવાદ કાર્યક્રમના સુંદર આયોજન બદલ તેમણે યુસુફ ચુડલી અને પૂરી ટીમની સરાહના કરી હતી.

panakaj-22આ પ્રોગ્રામના જૂનાગઢ જિલ્લાના તમામ મસલકના મુસ્લિમો અને હિન્દુ ભાઈઓને એક મંચસ્થ જોઈ પ્રભાવિત થઈ, માંગરોળના હનીફયાહ મદ્રેસાના સંચાલક મઝાહીરૂલ ઉલૂમ મૌલાના મોહંમદ કરૂડ દાવડા સાહબે ‘ગુજરાત ટુડે’માં પ્રકાશિત થતા સત્ય સમાચારોથી પ્રભાવિત થઈને તેમણે હદિસના હવાલા સાથે જણાવ્યું હતું કે, દુનિયામાં એક સમુદાય એવો હશે કે જે હંમેશા સત્ય વાત કરશે અને આજે મીડિયામાં પણ જો એ કામ કોઈ કરી રહ્યું હોય તો એ ‘ગુજરાત ટુડે’ છે. આજે પૂરી દુનિયાની પરિસ્થિતિ વિશેની ખબરો જેમ કે, સીરિયા, ઈરાક, દમીસ્ક, ફલસ્તીન જેવા દેશોમાં મઝલૂમો પર થતા અત્યાચારો વિશેની માહિતી ‘ગુજરાત ટુડે’ વિસ્તારથી છાપે છે. બૈતુલમુકદ્દસમાં થતી ઘૂસણખોરી, મસ્જિદનો કબજો મેળવવાના યહુદીઓના બદઈરાદાઓ વિશે મને ત્યારે ખબર પડી જ્યારે હું ‘ગુજરાત ટુડે’ વાચતો થયો. આ વિશે ‘ગુજરાત ટુડે’ આપણાને બતાવે છે કે તમે હજુ સૂતા છો હવે જાગો. આજે આપણે પાછળ છીએ કેમ કે, આપણે એક નથી.

મદ્રેસા દારૂલ ઉલૂમ હસનિયાહના મહોતમીન મૌલાના મુનિરએહમદ કાસમી એ પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ‘ગુજરાત ટુડે’ શરૂ કરવા ભાઈખાનભાઈ બલોચ વગેરે કડી મહેનત કરી છે. તો પણ આપણે ‘ગુજરાત ટુડે’ને ટકાવવા અને ફેલાવવા ખરીદવું જોઈએ. આ પણ સવાબનું કામ છે.

મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ગાંધીનગર સચિવાલયના ડે. સેક્રેટરી મો. હુસેન એચ. ખુમારે મીડિયા અને શિક્ષણનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, સમાજના વંચીતો, દલિતો અને છેવાડાના માનવીઓથી માંડી મુસ્લિમ સમાજના પ્રશ્નોને વાચા આપવાનું માધ્યમ ‘ગુજરાત ટુડે’ બન્યું છે. હું દરેક સમાચાર પત્રો વાચું છું તેમાં વંચીતો દલિતો અને મુસ્લિમોના સમાચાર પણ હોય પરંતુ તેનાથી દિલને સંતોષ થાય નહીં અને કાંઈક ખૂટતું હોય તેવું લાગે. જ્યાં સુધી ‘ગુજરાત ટુડે’ ના વાંચું ત્યાં સુધી તસલ્લી ના થાય. તેનું મુખ્ય કારણ એ જ કે, ‘ગુજરાત ટુડે’માં ખાસ કરીને દલિતો અને મુસ્લિમોને લગતા  સમાચારો બિલકુલ સત્ય અને નિષ્પક્ષ હોય છે. વધુમાં જણાવ્યું કે, મીડિયા એક એવું માધ્યમ છે કે, તેના થકી તમે તમારા પ્રશ્નોને સત્તા-સરકાર સુધી વિના ખર્ચે વિના વિલંબે પહોંચાડી શકો છે. માત્ર ૧.પ૦ કરોડ યહુદીઓ આખી દુનિયા પર રાજ કરે છે એના મુખ્ય બે જ કારણો છે, ૧૦૦ ટકા ક્વોલિટી એજ્યુકેશન અને બીજુ મીડિયા પર પ્રભુત્વ. મુસ્લિમોએ તાકાતવર જ નહીં પોતાની વ્યાજબી માંગણીઓ રજૂ કરવી હશે કે અન્ય સમાજને સમકક્ષ આવવું હશે, તરકકી કરવી હશે તો આ બે માધ્યમ સિવાય ત્રીજો કોઈ ઉપાય નથી.

last-1-27-9-2016કાર્યક્રમની શરૂઆત કારી યાસીન ગુજરાતી-અબલિયાએ કુર્આને પાકની તિલાવતથી થઈ હતી. માંગરોળ તાલુકા મુસ્લિમ સમાજના સેક્રેટરી અ.રજાક ગોસલિયાએ પ્રારંભિક પ્રવચન આપતા આ પ્રોગ્રામનો હેતુ અને હોલીવુડ બોલીવુડ સહિતની મીડિયાની જુદી-જુદી શાખાઓ વિશે વિસ્તારથી માહિતી આપી હતી અને ‘મગરીબી મીડિયા ઓર ઉસ્કે અસરાત’ નામી બુક ખાસ વાચવા આહ્‌વાન કર્યું હતું. તેમજ ‘ગુજરાત ટુડે’ના ફેલાવો કરવા ખાસ અપીલ કરી હતી.

આ પ્રસંગે લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી અને જૂનાગઢના જાણીતા બિલ્ડર ઈકબાલભાઈ મારફતિયા તેમજ માંગરોળ તાલુકા અને જૂનાગઢ જિલ્લામાંથી હિન્દુ-મુસ્લિમ દરેક સમાજના અને દરેક મસ્લકના પ્રમુખો, આગેવાનો, હોદ્દેદારો, ઉલ્માઓ, પત્રકારો સહિત નામીઅનામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા કલ્યાણધામ ખાતેનો આ કાર્યક્રમ સંકુલ શરૂઆતથી અંત સુધી ખિચોખિચ ભરાયેલું રહ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ઈકબાલભાઈ મારફતિયા, ઈબ્રાહિમભાઈ ભાટા, દાદરભાઈ કબલ, હાજીઅબ્બાસ બેરા (ટીપ ટોપ), સુલેમાન એમ. પટેલ, મૌલાના અ.કાદીર ઉદયા, હાજી હારૂન કોતલ (ગનિમત), સાદીકભાઈ ગિરનારી (મઘા), અબ્બાસ ગિરનારી (મઘા), શરદભાઈ મહેતા, હારૂનભાઈ ઠેબાર (ઠેબારબાગ), ઐયુબભાઈ પાટનવાલાએ તથા ઘાંચી સમાજના હાસમભાઈ, હૈદરભાઈ તથા અન્ય ભાઈઓ તન મન અને ધનથી સહકાર આપ્યો હતો. જ્યારે ઈકબાલભાઈ વાલમ, અ.રજાકભાઈ ગોસલિયા, હસન કોતલ, નિઝામ જેઠવા (જ્યુપિટર ટીમ), યંગરીફોર્મરસ ગ્રુપ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts