ઓક્સિજનનું પ્રમાણ ઘટતાં ઘોડાસર તળાવમાં હજારો માછલીઓનાં મોત

પ્રદૂષિત પાણી અને સતત વાદળછાયા વાતાવરણને લીધે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મૃત્યુ થતા મ્યુનિસિપલ તંત્ર દોડતું થયું હતું. તળાવ ફરતે ઓક્સિજનના સિલિન્ડર મૂકી તળાવના પાણીમાં પાઈપ દ્વારા ઓક્સિજન પૂરો પાડી બાકીની માછલીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ માછલીઓમાં તો કેટલીક બેથી ત્રણ ફૂટ લાંબી માછલીઓ પણ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts