Gujarat

શૌચાલયનું પતરૂં કાઢી ઓમવાળી ટાઈલ્સ કાઢી નવી ટાઈલ્સ ફીટ કરી દીધી

(સંવાદદાતા દ્વારા) માંગરોળ,તા.ર૭
ઉંમરપાડા તાલુકાના વાડી-ર ખાતે સરકારની યોજનામાંથી ઉભા કરાયેલ શૌચાલયમાં ઓમના નિશાનવાળી ટાઈલ્સ કામ કરનાર એજન્સીએ ફીટ કરતા હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાતા તથા આ પ્રશ્ને વિગતવાર અહેવાલ વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ કરાતા કામ કરનાર એજન્સી ફાફે ચઢી ગઈ હતી. વાડી-ર ખાતે વચલા ફળિયામાં રહેતી વિધવા મહિલા મણીબેન બાબુભાઈ વસાવાને ત્યાં સરકારી યોજના થકી શૌચાલય ઉભું કરવામાં આવ્યું હતું. આ શૌચાલયમાં ઓમ ચિન્હ ધરાવતી ટાઈલ્સ ફલોરીંગ ઉપર ફીટ કરવામાં આવી હતી. પરિણામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળવ્યો હતો. આ વાતની જાણ કામ કરનાર એજન્સીને થતા થોડા દિવસ પહેલા ઓમ ચિન્હ ધરાવતી ફીટ કરાયેલ ટાઈલ્સ કાઢવા માણસો આવ્યા હતા. પરંતુ ટાઈલ્સ કાઢવા દેવામાં આવી ન હતી. જયારે આ શૌચાલયને લોક (તાળુ) મારી દેવામાં આવ્યું હતું. પરિણામે કામ કરનારી એજન્સીએ એકાએક લાભાર્થી વિધવા બહેનને ખબર ન પડે એ રીતે શૌચાલયની ઉપરનું પતરૂં કાઢી, શૌચાલયમાં ઉતરી ઓમ ચિન્હ ધરાવતી ટાઈલ્સ કાઢી લઈ અન્ય ડીઝાઈનવાળી ટાઈલ્સ ફીટ કરી દીધાનો બનાવ બન્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.