ટિલરસન અને પીએમ મોદીએ આતંકવાદના સફાયા, અફઘાનિસ્તાનમાં શાંતિ બહાલીની પ્રતિજ્ઞા લીધી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
વડાપ્રધાન મોદીએ અમેરિકી વિદેશ મંત્રી રેક્ષ ટિલરસન સાથેની બેઠક દરમિયાન અમેરિકાની દક્ષિણ-એશિયાની નીતિની પ્રશંસા કરતાં કહ્યું કે ભારત આતંકવાદ, આતંકવાદી માળખાના સફાયા અને તેમને પનાહગાહ આપનારના સફાયો કરવાનું સહિયારૂ હિત ધરાવે છે. ટિલરસન અને પીએમ મોદીએ આતંકવાદના સફાયા, અફઘાનિસ્તાનમાં શાંતિ બહાલીની પ્રતિજ્ઞા લીધી. બુધવારે અમેરિકી વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવ્યાં. પોતાની પહેલી દક્ષિણ એશિયાની નીતિમાં ટ્રંપે પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી. બેઠક દરમિયાન મોદીએ ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો જે ગતિએ આગળ ધપી રહ્યા છે તેની પ્રશંસા કરી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જારી એક બયાનમાં એવું કહેવામાં આવ્યું કે બન્ને નેતાઓએ ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સાથે સાથે બન્ને દેશોને લાભ થાય તેવી વાત પણ કરી. જેનાથી પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા તથા સમૃદ્ધિ પર સકારાત્મક અસર પડશે. ટિલરસન અને પીએમ મોદીએ આતંકવાદના સફાયા, અફઘાનિસ્તાનમાં શાંતિ બહાલી કરવાનું વચન લીધું. આ પહેલા દિવસની શરૂઆતમાં ટિલરસન અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ વચ્ચે મુલાકાત થઈ હતીત તેમની બેઠકમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું કે પાકિસ્તાને આતંકવાદી સંગઠનોને આશ્રયસ્થાન પૂરુ પાડવાનું બંધ કરવું જોઈએ. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન ભારત સાથેના રાજદ્વારી સંબંધો ચાલુ રાખવા માંગતું હોય તો તેેણે આતંકવાદી સંગઠનોને આશ્રયસ્થાન પુરુ પાડવાનું બંધ કરવુ જોઈએ. ટિલસને કહ્યું કે મેં પાકિસ્તાની નેતાગીરીને આતંકવાદી સંગઠનોની સામે પગલાં ભરવાનું કહ્યું છે. સ્વરાજ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ટિલરસને કહ્યું કે આતંકવાદી સંગઠનોને આશ્રયસ્થાન પુરુ પાડનારાઓની સાંખી નહીં લેવામાં આવે. પાકિસ્તાને આતંકવાદી માળખાઓને તોડી પાડવા જોઈએ. તેમણે કહ્યું કે આતંકવાદને સમર્થન આપનાર કોઈ પણ દેશને જવાબદાર ઠેરવવો જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks