ટીપુ સુલતાન અંગ્રેજો સામેની લડાઈમાં નાયક જેવી ભવ્ય શહીદીને પામ્યા : રાષ્ટ્રપતિ કોવિંદ

(એજન્સી) બેંગ્લોર, તા. ૨૫
કર્ણાટકમાં ટીપુ જયંતી પર ચાલી રહેલા વાદ-વિવાદની વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે ૧૮ મી સદીના મૈસુરના શાસક ટીપૂ સુલતાનની ખૂબ પ્રશંસા કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ૧૮ મી સદીના મૈસૂરના શાસક ટીપુ સુલતાન અંગ્રેજોની સામે લડતાં લડતાં ઐતિહાસિક મોત પામ્યાં . રાષ્ટ્રપતિએ ટીપૂને મહાન હસ્તી ગણાવ્યાં. ‘મૈસૂરના વાઘ’ તરીકે ખ્યાતનામ બનેલા ટીપુ સુલતાન પિતા હૈદર અલીના અવસાન બાદ સન ૧૭૮૨ થી ૧૭૯૯ સુધી મૈસૂર પર રાજ કર્યું હતું. કર્ણાટક વિધાનસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં કોવિંદે ટીપૂ સુલતાનને એક એવા યોદ્ધા ગણાવ્યાં કે જેઓ અંગ્રેજો સામે લડતાં ઐતિહાસિક મોતને ભેટ્યાં હતા. કોવિંદે કહ્યું કે ટીપુ સુલતાને મેસૂર રોકેટના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતુ અને યુદ્ધ દરમિયાન તેનો સારો ઉપયોગ કર્યો હતો. પાછળથી યુરોપના લોકોએ પણ તેનો ઉપયોગ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જ્યારે ટીપૂ સુલતાનના નામનો ઉલ્લેખ કર્યો ત્યારે ભાજપના સભ્યોની નારાજગી વચ્ચે પણ કોંગ્રેસના સભ્યો બેન્ચ થપથપાવીને તેનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિએ ટીપૂ સુલતાનને હિરો ગણાવ્યાં હોવા છતાં પણ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટીપૂ સુલતાનને હત્યારા ગણાવ્યાં હતા. ગત દિવસોમાં મૈસૂરના બાદશાહ ટીપૂ સુલતાનની જયંતી મનાવવા પર વિવાદ પેદા થયો હતો. એક કેન્દ્રીય મંત્રીએ તો વળી ટીપૂને બળાત્કારી પણ ગણાવી દીધા. કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્યમંત્રી અનંત કુમારે આ કાર્યક્રમમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો એેટલું જ નહી પરંતુ તેની સાથે કર્ણાટક સરકારના વરિષ્ઠ અધિકારીઓને પત્ર પાઠવીને આ કાર્યક્રમમાં સામેલ ન થવાનું જણાવ્યું. તેની સાથે હેગડેએ ટીપૂ સુલતાનને બર્બર, નિરંકૂશ, બળાત્કારી ગણાવ્યાં. હેગડેએ અધિકારીઓને લખેલા પત્રને કોપી શેર કરતાં કહ્યું કે મેં કર્ણાટક સરકારને એક બર્બર, હત્યારા અને કટ્ટરપંથી અને સામૂહિક બળાત્કારી માટે મહામહિમ રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં સામેલ ન થવાનું કહી દીધું છે. તો બીજુ બાજુ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે આ મુદ્દે કોઈ રાજનીતિ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે ટીપૂ સુલતાને અંગ્રેજોની સામે ચાર યુદ્ધો લડ્યાં હતા. હેગડેના ટ્‌વીટ પર વિવાદ પેદા થયો. ટીપૂના વંશજોએ કેન્દ્રીય મંત્રી પાસે માફીની માગ કરી છે. ટીપૂના વંશજ સાહહબજાજા મંશુર અલીએ કહ્યું કે હું આ બયાનની સામે પોલીસ ફરિયાદ કરીશ. ભાજપના ઉગ્ર વિરોધની વચ્ચે પણ સિદ્ધારમૈયા સરકાર ટીપૂ સુલતાનની ભવ્ય જયંતિની ઉજવણી કરી રહી છે. કર્ણાટકમાં છેલ્લા બે વર્ષથી ટીપુની જયંતિ મનાવવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રપતિના બયાનનું સ્વાગત કર્યું તો ભાજપના ઘણા સભ્યોએ તેનાથી નારાજ બન્યાં હતા. કર્ણાટક સરકારે ૧૦ નવેમ્બરના રોજ ટીપૂ સુલતાનની જયંતિ ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks