(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૩
ટીપુ સુલતાનને લઈ ચાલી રહેલ વિવાદમાં ઘી રેડતી એક તસવીર સામે આવી છે. કેસરીયા પક્ષ માટે અકળામણ સમાન ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર અને અન્ય નેતાઓની મૈસુરના સમ્રાટ ટીપુ સુલતાનની વેશભૂષામાં તસવીર વાયરલ થઈ છે. વાયરલ થઈ રહેલી આ તસવીર પાંચ વર્ષ જૂની છે જેમાં ભાજપના બે નેતાઓ બ્રિટિશ વિરૂદ્ધ સ્વતંત્રતાની સૌ પ્રથમ લડત ચલાવનાર ટીપુ સુલતાન જેવા મુગટ અને તલવાર સાથે દૃશ્યમાન થાય છે. ટીપુ સુલતાનનું અંગ્રેજો વિરૂદ્ધની લડતમાં જ મૃત્યુ થયું હતું. એક અહેવાલ અનુસાર આ તસવીર ટીપુ સુલતાન જ્યંતિ છે. દરવર્ષે ર૦ નવેમ્બરના રોજ ટીપુ સુલતાનની જ્યંતિ રાજકીય પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ભાજપના રાજ્ય પ્રમુખ યેદીયુરપ્પાની પણ આવી જ તસવીર બહાર આવી છે. કર્ણાટકના કોંગ્રેસ નેતાઓએ આ તસવીર ભાજપ અને તેના ‘બેવડા ધોરણો’ને સાબિત કરે છે.
Facebook
0
Twitter
0