સુરતમાં યુવકનું અપહરણ કરી ટોળાએ માર માર્યો

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
શહેરના નવસારી બજાર ખાતે આવેલ લકી ફૂટવેરની દુકાનમાં કામ કરતા મુસ્લિમ યુવક ઉપર હુમલો કરી અપહરણ કરી લઈ ટોળાંએ માર માર્યોનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રાંદેરરોડ, બાપુનગર જૂના ડેપો બોરડી વિસતારમાં રહેતા શેખ સલમાન મુસ્તાકે આરોપી અંકિત પરેશ પટેલ તથા દશેક જણાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી શેખ સલમાન નવસારી બજાર ખાતે આવેલ લકી ફૂટવેરમાં નોકરી કરે છે. ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગ્યા પછી આરોપીઓ લકી ફૂટવેરમાં ધસી આવ્યા હતા. ફરિયાદીને આરોપી અંકિતે જણાવ્યું હતું કે, મારી બહેન અને તારો મિત્ર ઝુબેર નિસારા કર્યો છે? તેમ કહી દુકાનમાં જ ફરિયાદીને માર મારી મોપેડ ગાડી ઉપર બળજબરીથી બેસાડી નવી સિવિલ મજૂરાગેટ પાસે લઈ જઈ બેટ અને કડાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદના આધારે રાયોટિંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks