અમદાવાદ, તા.૨
શહેરમાં માથાના દુઃખાવા સમાન બનેલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને ટ્રાફિક નિયમનમાં મદદરૂપ થવા ભગુમામા સિવિક સર્વિસીઝ પ્રા.લિએ શહેરીજનોને ટ્રાફિક સેન્સની જાગૃતિ માટે પ્રેરણાત્મક નવતર પ્રયોગ શરૂ કરાયો છે. આ નવતર પ્રયોગમાં પહેલા જ દિવસે ૧૦૦થી વધુ વોલેન્ટીયર્સ આ સેવાકાર્ય સાથે જોડાયા હતા. શહેરમાં શરૂ કરાયેલા આ નવતર પ્રયોગમાં માર્ગો પર ટ્રાફિક રૂલ્સનું પાલન કરતાં નાગરિકોને ટ્રાફિક હીરો તરીકે સન્માનિત કરાશે અને તેઓને સ્થળ પર જ બેજીઝ, કેપ, ટીશર્ટ વગેરે આપી તેમને ટી-મેન(ટ્રાફિક મેન) તરીકે અનોખી ઓળખ અપાશે. ટ્રાફિક રૂલ્સનું પાલન કરનાર આ ટી-મેન સમગ્ર સમાજમાં ટ્રાફિકની જાગૃતિ ફેલાવતો સંદેશો આપશે અને પ્રેરણારૂપ બનશે એમ અત્રે ભગુમામા સિવિક સર્વિસીઝના પ્રોગ્રામ ડેવલપર બાબુલાલ યાદવ અને પ્રમોટર પરેશભાઇ દવેએ જણાવ્યું હતું.
Facebook
0
Twitter
0