ટ્રેનમાં છૂરાબાજીથી મોતને ભેટનાર જુનેદના પિતા કહે છે : ન્યાય મળ્યો નહીં

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
જૂન માસમાં બાલાગઢ ફરીદાબાદ વચ્ચે ટ્રેનમાં જુનેદ નામના એક મુસ્લિમ યુવકની ઈદ પૂર્વે થયેલી હત્યા બાદ જુનેદનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. તેના પિતા જલાલુદ્દીન ખાને કહ્યું કે તેમના પર આભ ફાટ્યું છે. પુત્ર ગુમાવ્યો, પત્ની બીમાર છે અને ગમમાં ગરકાવ છે. તે માનસિક પરિતાપ ભોગવી રહ્યા છે સાથે કોર્ટના ચક્કર પણ કાપી રહ્યા છે. પરિવાર દાન પર ગુજરાન ચલાવે છે. ૧૬ વર્ષના જુનેદના પિતાને હૃદયરોગનો હુમલો થયો છે. તેઓ નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેથી સ્થિતિમાં જુનેદના હત્યારાઓના જામીન મંજૂર થવાની ઘટનાથી તેઓ વધુ ચિંતિત છે. ટ્રેનમાં જુનેદ પર છરાથી હુમલો થયો ત્યારે તેના ભાઈ હસીબ(ર૧), શાકીર (ર૩)ને પણ ઈજા થઈ હતી. જુનેદની નિર્મમ હત્યાની દેશભરમાં વ્યાપક ટીકા થઈ હતી. જે ઈદપૂર્વે થઈ હતી. હુમલાખોરો સતત તેમને દેશદ્રોહી કહેતા હતા. ભાજપના ટેકેદારો સોશિયલ મીડિયા પર તેનો બચાવ કરતા હતા. ચાર આરોપીઓને જામીન મળ્યા તે ચિંતાજનક છે. જલાલુદ્દીને કહ્યું કે તે આ સાંભળી બીમાર પડ્યા અને એનજીઓ પ્લાસ્ટી કરાવી. ન્યાય નથી, કોઈ સ્થાને ન્યાય નથી, હસીબે ચાર આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. કમાણી બંધ થઈ ગઈ. કોર્ટમાં તારીખો પાછળ સમય બરબાદ થાય છે. ડાબેરી નેતાઓએ જુનેદના પરીવારને મળી ૧૦ લાખની મદદ કરી હતી. હરિયાણા સરકારે ૧૦ લાખની મદદ કરી હતી. મેટ્રો હોસ્પિટલના પ્રવક્તાએ કહ્યું કે જલાલુદ્દીનની તબિયત સ્થિર છે. સરકારી હોસ્પિટલમાં સારવાર મળી નહીં. મદદ વગર સારવારને પહોંચી શકાય તેમ નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks