ભાવનગર, તા.ર૮
ભાવનગર પરા રેલવે સ્ટેશન નજીક ગેટ નં.ર૧૯ પાસે આજે મંગળવારે વહેલી સવારે ભાવનગરથી સુરેન્દ્રનગર જતી ટ્રેનની અડફેટે આવી જતા વજુભાઈ નારણભાઈ પરમાર (ઉ.વ.૯૦) નામના વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા રેલવે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયેલ આ બનાવ અંગે મરણ જનારના પુત્ર મનુભાઈ મકવાણાએ નિવેદન આપતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.