(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩
મુંબઇના અંધેરી રેલવે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજ ધરાશાયી થવાના પગલે મુંબઇ સેન્ટ્રલ તરફથી આવતી બપોર પછીની ૧૪ ટ્રેનો મોડી દોડી રહી હોવાનું જાણવા મળે છે. જ્યારે કેટલીક ટ્રેનોને ટર્મીનેટ કરવામાં આવી છે. આજે સવારથી જ મુશળધાર વરસાદ પડવાની શરુઆત થતા જ મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાઇ જવા પામ્યો હતો. જેમાં વળી આજે સવારે અંધેરી રેલવે સ્ટેશન પર ફુટ ઓવર બ્રીજ ધરાશાયી થતા જ સમગ્ર સ્ટેશન પર ભાગદોડ થઇ જવા પામી હતી. એટલું જ નહી આ ઘટનાના કારણે મુંબઇ સેન્ટ્રલ તરફથી આવતી મોટાભાગની ટ્રેનો મોડી દોડવાની નોબત આવી પડી હતી. જ્યારે કેટલીક ટ્રેનોને ટર્મીનેટ કરવામાં આવી હતી. કેટલીક ટ્રેનોને બોરીવલ્લી સુધી જ દોડાવીને ત્યાંથી જ રિટર્ન કરવામાં આવી હતી. સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોએ મુંબઇથી આવતી ટ્રેનો માટે ખાસ્સો સમય સુધી રાહ જોવાની નોબત આવી પડી હતી. જેમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, મુંબઇ સેન્ટ્રલથી અમદાવાદ તરફ જતી ડબલ ડેકર ટ્રેન, સયાજીનગર એક્સપ્રેસ ટ્રેનને દહાણુ રોડ સુધી જ રથ એક્સપ્રેસ સહિત મોટાભાગની ટ્રેનોને ટર્મનીટ કરવામાં આવી હતી. સુરત રેલવે સ્ટેશન પર હજારો મુસાફરો આજે અટવાઇ પડ્યા હતા. કેટલાક મુસાફરોએ નિયત સ્થળે પહોંચાડવામાં વિલંબ પડ્યો હતો. કેટલાક મુસાફરોએ ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો તો.