વાપી-વલસાડમાં ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહારને અસર

(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧
મુંબઈ અને વાપી-વલસાડમાં ભારે વરસાદના પગલે રેલવે ટ્રેકો પર પાણી ફરી વળ્યા છે. જેના પગલે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. મુંબઈથી અમદાવાદના ટ્રેન વ્યવહારને અસર પહોંચતા મોટા ભાગની ટ્રેનો લેટ ચાલી રહી છે. જ્યારે કેટલીક ટ્રેનોનો રદ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેને લઇને સુરત રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો.
છેલ્લા બે દિવસમાં મુંબઈ અને વાપી-વલસાડમાંમાં પડી રહેલા વરસાદને કારણે શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તા પર પડેલી ગાડીઓ ડૂબી રહી છે, તેમજ ઓફિસ જતા લોકો તેમજ સ્કૂલ જતાં બાળકોઓ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં પડેલા ભારે વરસાદના પગલે પાલઘર રેલવે સ્ટેશનના ટ્રેક પણ પાણી ફરી વળ્યા છે. જ્યારે વલસાડમાં પણ પડેલા ધોધમાર વરસાદના કારણે રેલવે સ્ટેશનના ટ્રેક પર પાણીમાં ડૂબી ગયા છે. જેથી મુંબઈથી અમદાવાદ સુધીના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. મોટા ભાગની ટ્રેનો ધીમીગતિએ ચાલી રહી છે. અમુક ટ્રેનોને રદ કરવાની તો અમુક ટ્રેનોને થોડા સમય માટે રોકી દેવામાં આવી છે. મુંબઈથી અમદાવાદ સુધીના ટ્રેન વ્યવહારને અસર પહોંચતા વલસાડ, સુરત અને નવસારીમાં યાત્રીઓને અટવાવવાનો વારો આવ્યો હતો. મોટાભાગની ટ્રેનો ૨થી ૩ કલાક મોડી ચાલી રહી છે, તો કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. વરસાદના પગલે ટ્રેન વ્યવહારને પહોંચેલી અસરના કારણે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સુરત વિરાર શટલ , વલસાડ – વાપી પેસેન્જર અને મુંબઇ જતી ફલાઇંગ રાણી ટ્રેન રદ્‌ કરાઇ હતી. જયારે ઓગષ્ટ ક્રાંતિ રાજધાની એકસપ્રેસ, રણકપુર એકસપ્રેસ, ગ્વાલીયર વિકલી, ગુજરાત એકસપ્રેસ, કચ્છ એકસપ્રેસ, કર્ણાવતી એકસપ્રેસ, દાદરશ્વ – વેસ્ટર્ન એકસપ્રેસ, શતાબ્દી એકસપ્રેસ અને બિકાનેર એકસપ્રેસ ટ્રેન એક કલાકથી અઢી કલાક મોડી દોડી રહી છે. જેના પગલે સુરત રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો. ટ્રેન મોડી પડતાં કેટલાક નોકરીયાત વર્તૂળ તેમજ શાળા – કોલેજ જતા વર્ગને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks