બાવળા નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર ત્રણ મિત્રોનાં મોત

ધોળકા, તા.૩
સાણંદ તાલુકાના મોડાસર ગામ નજીક બાવળા-સાણંદ માર્ગ પર ગઈ રાત્રે બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે થયો હતો. અકસ્માત ઘટનાની જાણ ૧૦૮ સાણંદને થતાં પાયલોટ ઈરફાનભાઈ અને ઈ.એમ.ટી. મિતેન્દ્ર સોલંકીએ ઘટનાસ્થળે પહોંચતા ૩ બાઈક સવાર યુવાનોના ઘટનાસ્થળે કરૂણ મોત થયા હતા. ત્યારબાદ ૧૦૮ સ્ટાફે ચાંગોદર પોલીસને જાણ કરતા રાઈટર જીતેન્દ્રભાઈ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચીને કાર્યવાહી કરી ત્રણેય મૃતકોને પીએમ માટે સાણંદ સિવિલ ખસેડાયા હતા. બીજી બાજી બનાવના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા આવી પહોંચ્યા હતા. ચાંગોદર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા મૃતકોના નામ જાણવા મળ્યા હતા. જેમાં લાલજીભાઈ ચંદુભાઈ ઠાકોર, ઉ.વ.૩૦, મજૂરી કામ કરતા તેમને સંતાનમાં બે દીકરા છે. એક દીકરાની ઉ.વ.૧ર તથા બીજો ઉ.વ.૦૮નો છે. (ર) જગતસિંહ (ઉર્ફે રીંકુ) પ્રતાપસિંહ ભાટિયા, ઉ.વ.ર૭, ગેરેજમાં કામ કરતા હતા. તેઓને એક દીકરી જે ર માસની છે. તથા (૩) સુરેશસિંહ કાળુભાઈ મસાણી ઉ.વ.ર૮, કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા તેના ઘરે બે સંતાન છે જેમાં એક દીકરી જેની ઉ.વ.૬ વર્ષ અને એક દીકરો જે આશરે ૧૬ માસનો છે. આ અકસ્માતના સમાચાર મળતા ત્રણેય પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. આ ત્રણેય મિત્રો કોઈ કામ માટે બાવળા તરફ ગયા હતા. કામકાજ પતાવી રાત્રે બાઈક પર ૩ યુવાનો સાણંદ પોતપોતાના ઘરે આવતા હતા. તે દરમિયાન આ અકસ્માત બન્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks