ત્રણ તલાક મુદ્દે આજે સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક ચુકાદો આપશે

નવી દિલ્હી, તા. ૨૧
દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા ત્રણ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો મંગળવારે સવારે ૧૦.૩૦ કલાકે આવી જાય તેવી પ્રબળ સંભાવના છે. ૧૧મેથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી ત્રણ તલાકની સુનાવણી ૧૮મીમેએ સમાપ્ત થઇ હતી અને કોર્ટે પોતાના આદેશને સુરક્ષિત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ જેએસ ખેહરની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય ખંડપીઠે તમામ પક્ષોની દલીલો સાંભળી હતી. આ પહેલા બંધારણીય પીઠે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને પૂછ્યું હતું કે, શું મહિલાઓ ત્રણ તલાક કહી શકે છે ? પર્સનલ લો બોર્ડના વકીલ કપિલ સિબ્બલને ખેહરે પૂછ્યું હતું કે, શું મહિલાઓને નિકાહનામા સમયે ત્રણ તલાકને ના કહેવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે. શું તમામ કાજીઓ તરફથી નિકાહ સમયે આ શરતને સામેલ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવી શકે છે ? કપિલ સિબ્બલે દલીલ આપી હતી કે, મુસ્લિમ સમાજ એક નાની ચકલી છે અને તેના પર ગિદો નજર નાખીને બેઠા છે. સમુદાયના માળાઓને સુપ્રીમ કોર્ટની શરણ મળવી જોઇએ. મુસ્લિમ સમાજ એક વિશ્વાસ સાથે કોર્ટમાં આવ્યું છે અને પોતાના પર્સનલ કાયદા, પરંપરા અને રૂઢિયો માટે સુરક્ષા માગી રહ્યું છે. મુસ્લિમ સમુદાયનો સુપ્રીમ કોર્ટ પર છેલ્લા ૬૭ વર્ષથી વિશ્વાસ અકબંધ છે. જો કોઇ આ વિશ્વાસ સાથે અદાલતમાં આવે છે કે, તેને ન્યાય મળશે તો અદાલતે પણ તેની ભાવનાઓને સમજવી જોઇએ. જો કોઇ અદાલતમાં ત્રણ તલાક રદ કરાવવા માટે આવે ત્યાં સુધી બરોબર છે પરંતુ અદાલત પોતે નોંદ લે તે યોગ્ય નથી કેમ કે, બંધારણ પણ આ વિષય પર મૌન છે.
કેન્દ્ર સરકારની તરફથી એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, ત્રણ તલાક ઇસ્લામનું અભિન્ન અંગ ક્યારેય હતું જ નહીં. તેને ફક્ત એ માટે ચાલુ રાખી શકાય નહીં કે, આ પ્રથા છેલ્લા ૧૪૦૦ વર્ષથી ચાલી આવી રહી છે. રોહતગીએ તર્ક આપ્યો હતો કે, શું કોઇ એમ કહી શકે કે પરંપરાના નામે નરબલિને પરવાનગી આપી દેવાય. બીજી તરફ ઇન્ડિયન મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી કપિલ સિબ્બલે ધારદાર દલીલ કરતાજણાવ્યું હતું કે, ત્રણ તલાકનો પાછલા ૧૪૦૦ વર્ષથી પરંપરાગત રીતે અમલ થઇ રહ્યો છે. જો રામનો અયોધ્યામાં જન્મ થવો આસ્થાનો વિષય હોઇ શકે તો ત્રણ તલાકનો મુદ્દો કેમ નહીં. પાંચ જજોવાળી બંધારણીય પીઠે આ મામલે સુનાવણી કરી છે જેની અધ્યક્ષતા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જેએસ ખેહરકરી રહ્યા છે. આ પીઠમાં જસ્ટિસ કુરિયન જોસેફ, આરએફ નરિમન, યુયુ લલિત અને અબ્દુલ નઝીર સામેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks