(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
ત્રણ તલાક પર સુપ્રીમકોર્ટના નિર્ણય બાદ ભાજપે ‘સમાન નાગરિક સંહિતા’ના મામલે પોતાના મંતવ્યો સ્પષ્ટ કર્યા છે. યુપીના ઊર્જા મંત્રી તથા રાજ્ય સરકારના પ્રવકતા શ્રીકાંત શર્માએ કહ્યું કે સમય માંગ છે કે હવે સમાન નાગરિક સંહિતા લાગુ થાય.
મીડિયાથી વાત કરતાં શર્માએ કહ્યું કે ત્રણ તલાક પર કોર્ટના નિર્ણય બાદ હવે તેમની પાર્ટી ‘સમાન નાગરિક સંહિતા’ મામલે આગળ વધે અને આ મુદ્દે કોઈ બાંધછોડ નહીં કરે. તેમની પાર્ટી શરૂમાં જ આ મામલે નાગરિક સંહિતાના પક્ષઘરમાં રહી છે. દેશમાં એક કાયદો હોવો જોઈએ. બંધારણમાં પણ આનો ઉલ્લેખ છે. તેમણે આ વાતનો ઉલ્લેખ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત વખતે કરી હતી.
નોંધનીય છે કે, ભારતમાં અલગ-અલગ ધર્મો માટે અલગ-અલગ સમાન નાગરિક સંહિતા છે. એવામાં જો સમાન નાગરિક સંહિતા બને છે તો દેશના દરેક નાગરિકને આનું પાલન કરવું પડશે. ભલે તે કોઈપણ ધર્મનો હોય.