ટ્રાન્સપોર્ટર્સની હડતાળ યથાવત્‌ દૈનિક વીસ હજાર કરોડનું નુકસાન

નવી દિલ્હી, તા.રપ
ટ્રાન્સપોર્ટર્સની હડતાલનો આજે છઠ્ઠો દિવસ છે. ૨૦મી જુલાઈથી દેશભરમાં હજારો ટ્રકોના પૈંડા થંભી ગયા છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો દાવો છે કે હડતાળથી ટ્રેડ ઈન્ડસ્ટ્રીના તમામ પ્રકારના ટ્રાન્ઝક્શન્સને જોડીએ તો દૈનિક વીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જેમાથી અંદાજે ચાર હજાર કરોડ રૂપિયાનું નુકસાન એકલા ટ્રાન્સપોર્ટ સેક્ટરને થઈ રહ્યું છે. હડતાળની અસર દિલ્હી સહીતન ઘણાં મેટ્રો શહેરોને થાય તેવી શક્યતા છે.
ટ્રકોની દેશવ્યાપી હડતાલ હજી લાંબી ચાલે તેવી શક્યતા છે. કારણ કે હજી સુધી ટ્રાન્સપોર્ટર્સ અને સરકાર વચ્ચે એક અભિપ્રાય બનતો દેખાતો નથી. હવે હડતાળ કરી રહેલા ટ્રાન્સપોર્ટર્સે આકરું વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. તેમણે ચેતવણી આપી છે કે શાકભાજીની ટ્રકને રોકી દેવામાં આવી છે. સરકાર તેમની માંગણી નહીં માને, તો આગમી બેથી ત્રણ દિવસોમાં શાકભાજીની સપ્લાઈ સંપૂર્ણપણે ઠપ્પ કરી દેવામાં આવશે.
હડતાળની અસર હવે દિલ્હીમાં દેખાવા લાગી છે. દિલ્હીની સૌથી મોટી હોલસેલ શાકભાજી માર્કેટ આઝાદપુરમાં તાજેતરના દિવસોમાં ટ્રકોની સંખ્યા ઘણી ઓછી દેખાઈ રહી છે. જાણકારો મુજબ પહેલા અહીં પંદરસો ટ્રકો આવતી હતી. પરંતુ મંગળવારે અહીં એક હજાર જેટલી ટ્રકો જ આવી હતી. દિલ્હી સિવાયના અન્ય રાજ્યામં પણ આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાળની અસર જોવા મળે તેવી સંભાવના છે. દિલ્હીમાં ટ્રકોની હડતાળના કારણે શાકભાજીની કિંમતો વધવાનું શરૂ થઈ ચુક્યું છે. ટામેટાની કિંમતોમાં સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હીમાં ટામેટાની કિંમત ચાલીસથી પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ચુકી છે. પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની માગણી અને આખા દેશમાં ડીઝલની કિંમતો એક સમાન રાખવા સહીતની અન્ય માગણીઓને લઈને ટ્રાન્સપોર્ટર્સ અનિશ્ચિતકાલિન હડતાળ પર છે. આ હડતાળ ૨૦મી જુલાઈથી શરૂ થઈ હતી. પરંતુ હડતાળ નજીકના ભવિષ્યમાં સમાપ્ત થવાના આસાર દેખાતા નથી. દિલ્હી ગુડ્‌સ ટ્રાન્સપોટ્‌ર્સ એસોસિએસનના અધ્યક્ષ રાજેન્દ્ર કપૂરે કહ્યુ છે કે હજી કેન્દ્ર સરકાર તરફથી વાતચીતની કોઈ પહેલા કરવામાં આવી નથી. તેવામાં હડતાળ લાંબી ચાલે તેવી શક્યતા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks