ડીઝલના અસહ્ય ભાવ વધારા મુદ્દે આજથી દેશભરના ટ્રાન્સપોર્ટરો હડતાલ પર

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
દેશભરના ટ્રાન્સપોર્ટરો આવતીકાલથી આંદોલન પર ઉતરી જશે. ડીઝલમાં અસહ્ય ભાવ વધારો- દેશભરમાં ટોલ ટેકસ સંપૂર્ણ નાબુદી સહિત મુખ્ય પાંચ માંગણીઓ સાથે કાલે સવારે ૬ વાગ્યાથી ટ્રાન્સપોર્ટ હડતાલ જોડાશે. આ હડતાલને ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરોએ પણ ટેકો જાહેર કર્યો છે અને કાલે પ્રથમ દિવસે પોતાની બસો રાજકોટ-ગુજરાત કે દેશભરમાં નહીં દોડાવે. આવતીકાલે હડતાલથી દેશભરમાં ૧ કરોડ ખટારા-ટેમ્પાનાં પૈડા થંભી જશે. દૂધ, શાકભાજી, જીવન જરૂરી ચીજવસ્તુઓ તથા પેટ્રોલ, ડીઝલ, કેરોસીનને હાલ હડતાલમાંથી બાકાત રખાયા છે. આ વસ્તુઓના વહનને મુકિત અપાઈ છે, પરંતુ આગળ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસો.ની સૂચના આવે તે પ્રમાણે કાર્યવાહી થશે. કાલે સવારે ૬ વાગ્યાથી ગુજરાતના તમામ હાઈવે સૂમસામ બની જશે. હાઈવેની બન્ને બાજુએ ટ્રકો થંભી જશે.
ગુજરાતભરની ૨૦ હજારથી ટ્રાન્સપોર્ટ ઓફિસો આજ મધરાતથી બંધ કરી દેવાશે. હડતાલથી હાલ લોકોને કોઇ તકલીફ નહીં પડે, સરકારને રોજની કરોડોની ટેક્સની આવક ગુમાવવાનો વારો આવશે, તો ટ્રક માલિકોને પણ કરોડોની ભાડાની આવકની નુકસાની જશે. અમે જીવન જરૂરી ચીજવસ્તુઓ દૂધ-શાકભાજી-અનાજ-પેટ્રોલ-ડીઝલ-કેરોસીન સહિતના પેટ્રોલીયમ પદાર્થોનું આવા-ગમન ચાલૂ રાખવા દઇશું, તેમને નહી રોકવામાં આવે, બાકીનું તમામ પરીવહન ઠપ્પ કરી દેવાશે. ગુજરાતમાં કાલથી જ ત્રણ સ્થળે કન્ટ્રોલરૂમ અને બે સ્થળે છાવણી શરૂ થઇ જશે, જેમાં ૧ કન્ટ્રોલ રૂમ જલારામ ટ્રાન્સપોર્ટ- ભકિતનગરમાં, બીજો અટીકામાં રાજધાની રોડવેઝ ખાતે અને ત્રીજો સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ-એસટી વર્કશોપ પાછળ શરૂ કરાશે, જયારે છાવણી કુવાડવા રોડ ઉપર સાત હનુમાન પછી નવો જે રીંગ રોડ છે ત્યાં એક છાવણી અને બીજી છાવણી મેટોડામાં ગેઇટ નં. ૧ ખાતે ઉભી કરાશે.
ટ્રાન્સપોર્ટરો એટલા ત્રાહિમામ છે કે હડતાલ એટલી સજ્જડ રહેશે કે ૨૦મી થી કોઇ ટ્રાન્સપોર્ટર પોતાનો ટ્રક કોઇપણ રાજય કે શહેરમાં હાઇવે ઉપર દોડાવાની હિંમત જ નહી કરે. ડ્રાઇવર-કલીનરોના પગાર ભથ્થા અંગે તેમણે કહયું કે, જે રસ્તામાં હશે તેને ભથ્થું મળશે, વતનમાં પહોંચી જનારને ભથ્થુ નહી અપાય. ડ્રાઇવર-કલીનરોના પગાર ચાલૂં રહેશે.
મુખ્ય માંગણીઓ :-
• ડીઝલની કિંમતોમાં ઘટાડો
• રાજ્યમાં સમાન કિંમત અને રોજેરોજ ભાવ ફેરને બદલે ત્રિમાસિક ભાવ ફેર સમીક્ષા
• ટોલ બેરીયર ફ્રી ભારત, થર્ડ પાર્ટી પ્રિમીયમમાં ઘટાડો તેમજ પારદર્શકતા
• ઈન્સ્યોરન્સ પોલિસી પર જીએસટી નાબુદ.
• ટ્રાન્સપોર્ટના ભાડા ઉપર ટીડીએસ નાબુદી
• ઈન્કમટેક્સના અધિનિયમન ધારા ૪૪ એઈમાં અનુમાનીક આવકમાં તર્કસંગત ઘટાડો અને ઈ-વે બીલમાં પડતી તકલીફની સમીક્ષા.
• બસો તેમજ ટુરિસ્ટ વાહનો માટે નેશનલ પરમીટ

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks