(એજન્સી) તા.૯
બુરહાન વાનીની બીજી પુણ્યતિથિએ તેના પિતા મુજફ્ફર અહેમદ વાનીએ એક જાણીતા અખબાર સાથે વાતચીત કરી હતી. જેના કેટલાક મુખ્ય અંશો નીચે મુજબ છે. તમારા દીકરા બુરહાન વાનીની મોતને બે વર્ષ થઈ ગયા, ત્યારથી તમે જમ્મુ-કાશ્મીરમાં કયા પરિવર્તનો જોયા ? દરેક વ્યક્તિ જાણે છે કે, બુરાહાન વાનીનાં મોત બાદ જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણપણે પરિવર્તન આવી ગયું છે. બધા જાણે છે કે, કેવી રીતે એવા યુવાઓ વધી રહ્યા છે જે બંદૂક ઉપાડી રહ્યા છે. છેલ્લા બે વર્ષોમાં આવા લોકોની સંખ્યા વધી છે. મને લાગે છે ત્યાં સુધી આવું થવા પાછળનું કારણ એક જ છે કે, યુવાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે, ટોર્ચર કરાઈ રહ્યા છે, તેમની અટકાયતો કરાઈ રહી છે. જેના કારણે તેઓ આતંકવાદ તરફ વધી રહ્યા છે. આ સ્થિતિ માટે હું ફક્ત સરકારને જવાબદાર ઠેરવીશ. એક શિક્ષક તરીકે હું સ્પષ્ટ કહીશ કે, દરેક આઘાતનો પ્રત્યાઘાત હોય છે. તમારા પરિવારમાં શું પરિવર્તન થયું ? જ્યારથી અમારા પરિવારે ખાલિદ અને બુરહાનને ગુમાવ્યા છે ત્યારથી મોટાભાગના લોકો બીમાર રહે છે. અમે હાયપરટેન્શન અને ડિપ્રેશનથી પીડિત છીએ. અમે દરરોજ દવા લઈ રહ્યા છીએ. તેની શહીદી અમારા માટે મીઠા ઝેર સમાન છે. એક તરફ તેમને શહીદ તરીકે જોતા સારૂં લાગે છે ખુશી થાય છે અને બીજી તરફ તેમની કમી ખલે છે. તમારા પ્રમાણે બુરહાની વાનીની પુણ્યતિથિમાં કેટલા લોકો જોડાશે ? જુઓ મેં કોઈને પુણ્યતિથિમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું નથી. પરંતુ દરેક ખૂણામાંથી લોકો તેને ટ્રિબ્યૂટ આપવા આવી રહ્યા છે. તેઓ ફક્ત વર્ષગાંઠના અવસરે જ અમારા રહેવાશે નથી આવતા. તેઓ વર્ષ દરમિયાન આવતા રહે છે અને દીકરાને શ્રદ્ધાંજલિ આપે છે. જો સરકાર દ્વારા તમને બુરહાનની પુણ્યતિથિ મનાવવાની મંજૂરી અપાય તો તમે આ દિવસે શું વિશેષ કરશો ? કંઈ જ નહીં. અમે તેને સામાન્ય રીતે મનાવીશું. હું ઈદગાહે જઇશ જ્યાં મારા દીકરાને દફનાવ્યો છે અને ત્યાં ફાતેહા પડીશ. હું લોકોને પણ તેના માટે પ્રાર્થના કરવા બોલાવું છું. તમારી પત્ની અને દીકરી આ દુઃખ કઈ રીતે સહન કરે છે ? તેઓ બુરહાનને દરરોજ યાદ કરે છે. દરેક ક્ષણે યાદ કરે છે. અમારા ઘરમાં અને કિચનમાં જ્યારે પણ અમે ભેગા થઇએ છીએ ત્યારે બુરહાન અને ખાલિદની તસવીર જોઈએ છીએ જ્યાં સુધી અમે તેમની તસવીરો ના જોઈ લઈએ ત્યાં સુધી અમે ઊંઘતા નથી. અમે રાહત મળે છે. તમે ક્યારેય બામદૂરા કોકેરનાગની મુલાકાત લીધી, જ્યાં બુરહાન અને તેના સાથીઓને મારી નખાયા હતા ? હાં, ગત વર્ષે હું ત્યાં સ્ટાફના સભ્યો સાથે ગયો હતો. ત્યાં અમે પિકનિક પર ગયા હતા. ત્યારે મેં તે સ્થળની મુલાકાત લીધી હતી જ્યાં બુરહાનને મારી નાખ્યો હતો તે ઘરની પણ મેં મુલાકાત લીધી હતી. મકાન માલિક સાથે વાતચીત કરી અને સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી. તેમના જણાવ્યાનુસાર જ્યારે તેઓને મારી નાખવામાં આવ્યા તેઓ તે જ દિવસે ત્યાં રહેવા આવ્યા હતા.
બુરહાનની આટલી પ્રસિદ્ધિ વિશે તમે શું વિચારો છો ?
હું એટલું જ માનું છું કે, ખુદા જ બધુ કરે છે અને તે જેને ઈચ્છે તેને માન અપાવે છે અને મુસ્લિમ જ નહીં હિન્દુઓ, શીખ અને ખ્રિસ્તીઓ પણ આવું જ કહે છે. ગત બે વર્ષોમાં હજારો કાશ્મીરીઓએ અને જુદા-જુદા દેશોથી આવનારાઓએ અમારા ઘરની મુલાકાત લીધી હતી. તેઓ બુરહાનનું ઘર જોવા આવ્યા હતા તેના માતા પિતાને મળવા આવ્યા હતા અને તેની કબર જોવા આવ્યા હતા. સેંકડો હિન્દુ, શીખ, ખ્રિસ્તી મને મળ્યા અને તેઓએ એમ જ કહ્યું કે, તેમણે બુરહાન વિશે સારૂં જ સાંભળ્યું છે.