ત્રિપલ તલાક વિરૂદ્ધ નવી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમનો ઈન્કાર

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાક, નિકાહ, હલાલા અને વહુવિવાહ જેવી મુસ્લિમ પ્રથાઓને બંધારણીય કાયદેસરતાને પડકારતી એક નવી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમકોર્ટે આ અંગે આદેશ આપતાં કહ્યું છે કે આ મુદ્દો અગાઉથી જ વિચારણા હેઠળ છે. જો કે પડતર પડેલી અરજીમાં આવનારો નિર્ણય આ નવી અરજી પર પણ લાગુ થશે. ચીફ જસ્ટિસ જે.એસ.ખેહર અને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની બેંચે કહ્યું કે અમારૂં માનવું છે કે આ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દો અગાઉથી જ વિચારણા હેઠળ છે. એવામાં સમાન મુદ્દા પર એક નવી અરજી પર સુનાવણી કરવી જરૂર નથી. ગુરૂદાસ મિત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવતા બેંચે કહ્યું કે આ કહેવું જરૂરી નથી કે પડતર અરજીઓમાં આવતો ચુકાદો હાલની અરજી પર પણ લાગુ પડશે.
વરિષ્ઠ વકીલ સૌમ્ય ચક્રવર્તીએ આ અંગે કહ્યું હતું કે તલાકના ત્રણ રૂપ (અહેસાન, તલાક, હસન તલાક અને તલાક-ઉલ બિદત) મનમાની કરતં, મનમોજી અને મુસ્લિમ મહિલાઓના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરતું છે. તેમણે કહ્યું કે નિકાહ હલાલા, બહુ વિવાહ સાથે જ ત્રિપલ તલાક મુસ્લિમ મહિલાઓના મૌલિક અધિકારીઓનું ઉલ્લંઘન કરે છે. જે સંવિધાનની અનુચ્છેદ ૧૪.૧પ અને ર૧ હેઠળ તેમને આપવામાં આવ્યા છે. પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે છ દિવસ સુધી સતત સુનાવણી કર્યા બાદ ત્રિપલ તલાકની પ્રથાને બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર ૧૮ મેના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત કર્યો હતો. કેન્દ્ર, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ વુમન પર્સનલ લો બોર્ડ અને અન્ય સહિત તમામ પક્ષકારોએ કોર્ટ સમક્ષ આ પ્રથાની તરફેણ અને વિરોધમાં પોત પોતાની દલીલો રજૂ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks