ટ્રિપલ તલાક બિલને મુસ્લિમ સંગઠનો સુપ્રીમ કોર્ટમાં પડકારશે

(એજન્સી) કોચ્ચી, તા.પ
એક સાથે ત્રણ તલાકને અપરાધ કરાર ગણાવતા બિલના ઘણા નિયમોને ગેરકાયદે ગણાવતા ભારતીય મુસ્લિમ યુનિયન લીગના નેતાએ કહ્યું કે મુસ્લિમ સંસ્થાઓ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. મુસ્લિમ લીગના લોકસભા સાંસદ પી.કે. કુંહલિકુટ્ટીએ કહ્યું કે, આ બિલમાં ઘણી ખામીઓ છે. જો રાજ્યસભામાં પણ આને મંજૂરી મળે છે તો મુસ્લિમ સંસ્થાઓ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે. લોકસભાએ ત્રણ તલાક વિરોધી બિલને મંજૂરી આપી છે. તેમાં ત્રણ તલાકના દોષી પતિને ત્રણ વર્ષની કેદનો કાફદો છે. પીકે. કુહલિકુટ્ટીએ કહ્યું કે, આ બિલમાં ઘણી ખામીઓ અને વિરોધાભાસ છે. મુસ્લિમ લીગના મહાસચિવે કહ્યું કે જો રાજ્યસભામાં બિલ પાસ થાય છે તો તમામ મુસ્લિમ સંસ્થાઓ સુપ્રીમ કોર્ટમાં જશે. કુહલિકુટ્ટીએ કહ્યું કે પારિવારિક સમસ્યાઓને અપરાધ ગણાવી સત્તાધારી પાર્ટી રાજનીતિ કરવાના પ્રયાસમાં છે. મુસ્લિમ લીગ નેતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર આના દ્વારા મુસ્લિમોના પર્સનલ લોમાં દખલગીરી કરવાનો પ્રયાસ કરી રહી છે. બિલમાં ખામીઓ હોવાનો આરોપ લગાવતા સાંસદે કહ્યું કે આમાં ઘણા બધા સવાલોના જવાબ નથી જેવા કે ત્રણ તલાક બોલવા પર જો પતિ જેલમાં જશે તો પત્ની અને બાળકોની દેખરેખ કોણ કરશે. આ જ નહિ કુહલિકુટ્ટીએ દાવો કર્યો કે દેશમાં ત્રણ તલાકની પ્રથા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks