દાહોદ, તા.૧૧
દાહોદ જિલ્લાના લીમખેડા રોડ પર કચુંબર ગામે મોડી રાતે ટ્રક અને અલ્ટો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રોડની સાઈડના ઉંડા ખાડામાં અલ્ટો કાર ખાબકાતા રાજસ્થાની દરજી પરિવારના ત્રણ ઇસમોનું ઘટના સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નિપજ્યાનું તથા અન્ય એકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે
લીમખેડા ખાતે રહેતા રાજસ્થાની દરજી પરિવારના વિજયકુમાર જ્યંતિલાલ દરજી, પંકજકુમાર રમણલાલ દરજી, ધર્મેશકુમાર કનૈયાલાલ દરજી તથા રોહિતભાઈ તોલાચંદ દરજી વગેરે રાજસ્થાન ખાતે લગ્નમાં હાજરી આપી ત્યાંથી શુક્રવારની રાતે અલ્ટો ગાડીમાં બેસી પરત લીમખેડા આવતા નીકળ્યા હતા તે દરમ્યાન રસ્તામાં મોડી રાતના સુમારે ઝાલોદ કચુંબર ગામે રોડ પર ઉભેલ એક ટ્રક અને રાજસ્થાની દરજી પરિવારની અલ્ટો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અલ્ટો ગાડીમાં બેઠેલા વિજયકુમાર, પકજકુમાર, ધર્મેશકુમાર તથા રોહિત દરજીને ગંભીર ઈજાઓ થતા પંકજકુમાર રમણલાલ દરજી તથા ધર્મેશકુમાર કનૈયાલાલ દરજીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત વિજયકુમાર દરજી તથા રોહિતભાઈ દરજીને સારવાર અર્થે દાહોદ લાવતા હતા તે દરમ્યાન રસ્તામાં લીમડી ગામે વિજયકુમાર દરજીનું મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત રોહિતભાઈ દરજીને દાહોદ સિવિલ હોસ્પિટલમાં લાવતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ સંબધે લીમડી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.