માળિયાના વાધરવા નજીક ટ્રક ચાલકને લૂંટી હત્યા કરી લૂંટારાઓ પલાયન

(સંવાદદાતા દ્વારા) માળિયામિંયાણા,તા.૧પ
માળિયા હળવદ સ્ટેટ હાઈવે પર મધરાત્રીએ ટ્રક ચાલકને આંતરીને તેને મારમારી લૂંટ ચલાવમાં આવી હતી. જેમાં ટ્રક ચાલકને બેફામ માર મારતા તેનુ મોત નીપજ્યુ હતુ જેથી લૂંટ વિથ હત્યાના બનાવને અંજામ આપી ટ્રક ચાલકની હત્યા કરી લૂંટારાઓ ફરાર થઈ જતા સનસનાટી મચી જવા પામી છે. જેમા પોલીસે લૂંટ વિથ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ થોડા દિવસો પહેલા પણ આ વિસ્તારમાં આઈસર તેમજ એક ટ્રક ડ્રાઈવર કલીનરને મારમારી લૂંટ ચલાવી હોવાનુ જાણવા મળ્યુ છે. આમ લૂંટની ઘટના સામે આવતા હાઈવે પર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તેમજ આ મોડીરાત્રે બનેલી સનસનીખેજ લુંટમાં માળીયા પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રક જામનગરના ટ્રાન્સપોર્ટરોનો હોવાનુ અને ટ્રક ડ્રાઈવર ઉતરપ્રદેશનો રહેવાસી સુખરામપાલ નામનો હોવાનુ જાણવા મળ્યુ છે. તેમજ લૂટારોઓએ કલીનરને બાંધી નાસી છુટ્યા હતા. જેને આ ઘટના નજરે નિહાળી હોવાથી કલીનરને સાથે રાખી જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની મળતી વિગત મુજબ માળિયા અમદાવાદ સ્ટેટ હાઇવે પર વાધરવા ગામ પાસે મોડીરાત્રે જીજે.૧૦.ટીવી ૭૦૬૨ નંબરનો ટ્રક ચાલક ટ્રક લઈને અમદાવાથી માળિયા તરફ આવતો હતો. ત્યારે આશરે નવ લૂંટારાઓએ ટ્રકને આંતરીને તેને મારમારી લૂંટી લીધો હતો. જેમાં ટ્રક ચાલકને વધુ ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા માળિયા પોલીસ મોરબી પોલીસ અધ્યક્ષ તથા ડી.વાય.એસ.પી. બી.જોષી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને જિલ્લામાં નાકાબંધી કરી આરોપી ને ઝડપવા કાર્યવાહી હાથ ધરી આરોપીની શોધખોળ શરૂ કરી છે. જેમા લૂંટ કેટલી થઈ તે હજુ સતાવર જાણવા મળ્યું નથી પણ સનસનીખેજ લૂંટના બનાવથી માળિયા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks