Gujarat

જંગલખાતાની જમીનમાંથી ગેરકાયદેસર લાકડા ભરી જતાં આઈસર ટ્રક ઝડપાઈ

અમરેલી, તા.ર૦
ચલાલા પોલીસ દ્વારા ધારી તાલુકાના માણાવાવ ગામના સરંપચ દ્વારા જંગલખાતાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે વૃક્ષોનું કટીંગ કરી અત્યાસુધી કુલ ૩ર આઇશર ટ્રકમાં આશરે ર૮૮ ટન જેટલા લાકડાનો જથ્થો કિં.રૂા. ૭,ર૦,૦૦૦/- ( સાત લાખ વીસ હજાર)નું રાજકોટ ખાતે વેચાણ કરી ચુકેલ હોય તે અંગેનો પર્દાફાશ કરી લાકડા ભરેલ આઇસર ટ્રક સહિત કિં.રૂા.૩,રર,પ૦૦/- મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર ગઈકાલ ચલાલા પીએસઆઇ વી.એલ.પરમાર સ્ટાફ સાથે ચેકિંગમાં હોય દરમ્યાન લાકડા ભરેલ આઇશર નં. GJ7YZ1239 ચેક કરતા જેમાં લાકડાઓ ભરેલ હોય જેનો ડ્રાયવર ભરત ભાદાભાઇ રાણેસરા ઉ.વ.૩૮ ધંધો ડ્રાયવીંગ રહે.નાના કંથારીયા તા.ચોટીલા જિ.સુરેન્દ્રનગર કોઇ આધાર પુરાવો રજૂ નહીં કરતા જેને શક પડતા મુદ્દામાલ તરીકે આઇસર ટ્રક તથા લાકડા કિં.રૂા.૩,રર,પ૦૦/-ના ગણી કબજે કરવામાં આવેલ અને મજકૂરને અટક કરેલ.
બાદમાં પૂછપરછમાં પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન તળે થયેલ તપાસ આધારે ચલાલા પીએસઆઇ વી.એલ.પરમાર મારફતે જંગલખાતાના સ્ટાફ તેમજ રેવન્યુ તલાટીને સાથે રાખી સ્થળ ઉપર જતા મળી આવેલ લાકડાઓનું કૌભાંડ જેમાં માણાવાવ તા.ધારી ગામની સર્વે નં.૩૧૮ સેકશન- ૪ હેઠળની જમીન ફોરેસ્ટ એરિયા વિસ્તારની હકુમત તળે આવતી હોય જેમાં મજૂરો મારફતે ગામના સરપંચ બાબભાઇ ઓઢાભાઇ વાળા રહે.માણાવાવ વાળાઓ મારફતે ગેરકાયદેસર રીતે લાકડાઓ કપાવી વેચાણ કરવાનું ષડયંત્ર ચલાવાતું હોય જેમાં આજદિન સુધી કુલ ૩ર આઇશર ટ્રકમાં આશરે ર૮૮ ટન જેટલા લાકડાનો જથ્થો કિં.રૂા. ૭,ર૦,૦૦૦/- ( સાત લાખ વીસ હજાર)નું રાજકોટ ખાતે વેચાણ કરી ચુકેલ હોવાની વિગતો પ્રકાશમાં આવેલ છે, જેમાં મુખ્ય સુત્રધાર (૧) બાબભાઇ ઓઢાભાઇવાળા રહે.માણાવાવ (ર) બીલ વગરના લાકડા ખરીદનાર રાજુભાઇ બોસમીયા રહે.રાજકોટ, આજીડેમ વિસ્તાર (૩) ટ્રક ડ્રાયવર ભરતભાઇ ભાદાભાઇ સણેસર રહે.નાના કંથારીયા તા.ચોટીલા વાળાઓ હોય અને આ મુદ્દામાલ સાથે અટક કરેલ ડ્રાઈવરને ફોરેસ્ટ વિભાગને તપાસ અર્થે સોંપી વધુ તપાસ જંગલ ખાતાએ હાથ ધરેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.